પાંચ બેકરીમાંથી વાસી બ્રેડ, કેક અને લોટ સહિતનો વાસી સામાનમળતા નોટીસ ફટકારાઈ
ક્રિસમસના તહેવારને અનુલક્ષીને મહાપાલિકાની આરોગ્ય શાખાએ બેકરી ઉત્પાદક કેન્દ્રો પર સઘન ચકાસણી હાથધરી હતી જેમાં પાંચ બેકરીમાંથી બ્રેડ, કેકઅને લોટ સહિતનો ૪૫૩ કિલો અખાદ્ય સામાનનો નાશ કરવામાં આવ્યો હતો અને તેઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
નાતાલના તહેવાર નિમિતે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા બેકરી ઉત્પાદક કેન્દ્રો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લક્ષ્મીવાડી મેઈન રોડ ખાતે આવેલી ભવાની બેકરીમાંથી ૨૪ કિલો અખાદ્ય લોટ, હુડકો સોસાયટીમાં આવેલી અંબે ભવાની બેકરીમાંથી ૧૭૨ કિલો બ્રેડ અને લોટ,લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલી આનંદ બેકરીમાંથી ૪૨ કિલો વાસી બ્રેડ અનેલોટ, હાથીખાના-૬માં આવેલી ઈન્ડિયા બેકરીમાંથીકેક, ટોસ અને લોટ મળીને ૧૬૭ કિલો તેમજ કેનાલ રોડ પર કિશોર બેકરીમાંથી ૪૮ કિલો વાસી બ્રેડ મળી કુલ ૪૫૩ કિલો અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તેનો નાશ કરીને આ બેકરીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્ડિયા બેકરીમાંથી ચોકલેટ, પેસ્ટ્રી અને માવારોલ કુકીઝ તેમજ અંબે ભવાની બેકરીમાંથી સ્ટોબેરી કેકનું સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.