• રામનાથપરા અને ભક્તિનગર સર્કલ પાસે આવેલ
  • બાળકોના આરોગ્ય સાથે ખૂલ્લેઆમ ચેડાં: ક્ધફેકસનરી પ્રોડક્ટ, બેકરી પ્રોડક્ટ, મુખવાસ સ્વિટ્સ અને નમકીનનું ઉત્પાદન ડેઇટ કે અન્ય કોઇ વિગતોના લેબલ વિના જ કરાતું હતું વેંચાણ

RAJKOT NEWS

વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ કોઇપણ હદે જઇ શકે છે. બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં પણ વેપારીઓને ભગવાનનો જાણે ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગઇકાલે શહેરના રામનાથપરા વિસ્તારમાં લક્ષ્મી સ્ટોર્સ અને ભક્તિનગર સર્કલ પાસે શિવશક્તિ ટ્રેડર્સમાં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન અખાદ્ય જણાતો 1530 કિલો ચોકલેટ અને પેપરમેન્ટના જથ્થાનો નાશ કરી નમૂના લઇ નોટિસ ફટકારવામાં આવી હતી.

શહેરના રામનાથપરા-1માં લક્ષ્મી મેન્શનમાં આવેલી મયુરભાઇ મુરલીધર ચંદનાણીની પેઢીમાં ચેકીંગ હાથ ધરતા સ્થળ તપાસ દરમિયાન બેકરી પ્રોડક્ટ, ક્ધફક્સનરી પ્રોડક્ટ, મુખવાસ, સ્વિટ્સ, નમકીન સહિતની ખાદ્ય સામગ્રીના પેકિંગનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પેકીંગ પર કોઇપણ પ્રકારની ઉત્પાદન કે એક્સપાયરી ડેઇટ લખવામાં આવી ન હતી. ઇન્પોર્ટરની વિગતો દર્શાવ્યા વગરની વિદેશી એવી મેઇડ ઇન ચાઇના બનાવટની ક્ધફેક્સનરી પ્રોડક્ટનો 1250 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી અને રાધે રોક એન્ડ પોપ લોલીપોપ સુગર બોઇલ ક્ધફેક્સનરી તેમજ કેનન ફૂડ્સ માવા ટોસ્ટના નમૂના લેવામાં આવ્યા હતા.

Destruction of 1530 kg Chocolate - Peppermint in Lakshmi Stores and Shivshakti Traders
Destruction of 1530 kg Chocolate – Peppermint in Lakshmi Stores and Shivshakti Traders

આ ઉપરાંત વાણિયાવાડી મેઇન રોડ પર રોશની ડિપાર્ટમેન્ટ પાસે ભક્તિનગર સર્કલ નજીક આવેલી ઇશ્ર્વરભાઇ નાનકરામ તનવાણીની પેઢી શિવશક્તિ ટ્રેડર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ પ્રકારના ક્ધફેક્સનરી પ્રોડક્ટ, બેવરજીસ, હાર્ડ બોઇલ કેન્ડી, માર્શ મેલો, ફિંગર સ્ટીક, પેપર કેન્ડી, જેલી, લોલીપોપ જેવી ચીજવસ્તુઓનો તપાસ કરવામાં આવ્યું હતું. એક્સપાયરી ડેઇટ કે ઉત્પાદન અંગેની કોઇપણ પ્રકારની વિગતો છાપવામાં આવી ન હોવાનું માલૂમ પડતા મેઇડ ઇન ચાઇના બનાવટની 280 કિલો ક્ધફેક્સનરી પ્રોડક્ટનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી અને એસઆર-25 ફ્રૂટ્સ સ્ટ્રોબેરી સોફ્ટ ચ્યૂ કેન્ડીનો નમૂનો લેવામાં આવ્યો હતો.

અગડમ બગડમ અને ધ સેન્ડવીચ અડ્ડામાંથી બટરના નમૂના લેવાયા

શહેરના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસે વિરાણી હાઇસ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ફૂડ ટ્રક બજાર શરૂ થવા પામી છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અગડમ બગડમ ફૂડ ટ્રકમાંથી લૂઝ બટર અને ધ સેન્ડવિચ અડ્ડામાંથી લૂઝ બટરના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.