યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા અપાઇ નોટિસ: ફરાળી પેટીસનો નમૂનો લેવાયો
પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઇ ચુક્યો છે. ત્યારે તહેવારોમાં વ્રત કરતા શ્રધ્ધાળુઓ મોટાપાયે ફરાળની ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરાળી લોટ અને ફરાળી વાનગીઓનું ઉત્પાદન તથા વેંચાણ કરતી 18 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત ગુણાતીતનગર મેઇન રોડ પર તુલસી બાગની સામે આવેલા જલારામ નમકીન નામની પેઢીમાં તપાસ કરતા અહીં અનહાઇજેનીંક ક્ધડીશનમાં ફરાળી પેટીસનું ઉત્પાદન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. પેટીસનો જથ્થો બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રાખવામાં આવ્યો હોવાનું જણાતા આશરે 140 કિલો પેટીસનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને યોગ્ય હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા અને સ્ટોરેજ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને ફરાળી પેટીસનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં શ્રધ્ધાળુઓના ઉપવાસ પણ અભડાવતા અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે.