- આડા પેડક રોડ પર વલ્લભનગર શેરી નં.1માં
- મીઠાઇના ઉત્પાદકો અને જ્યુશ પાર્લરના સંચાલકોને વેંચાણ કરવા માટે રખાયેલો 850 કિલો મેંગો પલ્પ અને 250 કિલો સીતાફળનો જથ્થો લેબલ વગરનો અને અનહાઇજેનિક ક્ધડીશનમાં મળી આવ્યો
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે શહેરના સામા કાંઠા વિસ્તારમાં આડા પેડક રોડ પર વલ્લભનગર શેરી નં.1માં રવિરાજ રેફ્રીરેશન પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરતા શિવમ ફૂડના માલિક દ્વારા અહિં સંગ્રહ કરવામાં આવેલા 1150 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા ઉપરાંત ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, કે.એમ.રાઠોડ અને સી.ડી.વાઘેલાની ટીમ દ્વારા શહેરના આડા પેડક રોડ પર વલ્લભનગર શેરી નં.1માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહિં રવિરાજ રેફ્રીરેશન પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોલ્ડરૂમમાં વિવિધ બ્રાન્ડના આઇસ્ક્રીમ, મિલ્ક પ્રોડક્ટ, ફ્રૂટ પલ્પનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. શિવમ ફૂડના માલિક રમેશભાઇ સિંધવ દ્વારા અહિં મીઠાઇના ઉત્પાદકો અને જ્યુશ પાર્લરના ધંધાર્થીઓને વેંચાણ કરવા માટે રાખવામાં આવેલા 850 કિલો મેંગો પલ્પ અને 250 કિલો સિતાફળ પલ્પનો જથ્થો લેબલ વગરનો હોવાનું માલૂમ પડ્યું હતું. અન હાઇજેનીંક રીતે રાખવામાં આવેલા જથ્થામાં ખૂબ જ ખરાબ વાસ આવતી હતી. આ જથ્થો અખાદ્ય હોવાનું માલીકે સ્વિકાર કર્યો હતો. અન્ય ફૂડ જેવા કે દ્રાક્ષ અને દાડમના વાસી 50 કિલોનો દાણાનો જથ્થો પણ મળી આવ્યો હતો. અંદાજે 3.30 લાખની કિંમતનો 1150 કિલો જથ્થો જે અખાદ્ય હોય સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ટીપરવાનને બોલાવીને સ્થળ પર જથ્થાનો નાશ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા ખાદ્ય ચીજો પર કાયદા મુજબ લેબલીંગ કરવાનો નોટિસ આપવામાં આવી હતી.