દામનગરમાં વંટોળે વિનાશ સર્જયો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા મૃત પંખીઓના તગારા ભરાયા હતા. વીજ પૂરવઠો ગુલ થઈ ગયો છે. વિનાશથી થયેલી યનબુતકઊંશસાયનીની ભરપાઈ તો સંભવ નથી પણ સ્થિતિ સામાન્ય થતા હજુ થોડા દિવસ લાગશે.
દામનગર તૌઉતે વાવાઝોડા એ વિનાશ વેર્યો છે. વિશાળ કાય વૃક્ષો ટાવર વીજ પોલ જર્જરિત ઇમારતો ધરાશય હજારો પક્ષી ઓનો સોથ બોલાવી દીધો છે.
મૃત પક્ષી ઓના તગારા ભરાયા અનેક વિસ્તારો માં વર્ષો જુના તોતીગ વૃક્ષો ધરાશય થયા હતા.દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં પણ ભારે નુકશાની ઓ વીજ પોલ પડવા થી લાંબો સમય વીજળી બંધ રહેશે
રસ્તા ઓ ઉપર વૃક્ષ પડવા થી રસ્તા ઓ બંધ વાલ્મિકી વસાહત પાસે વીજ પોલ અને વૃક્ષ ધરાશય થતા અવરજવર નો માર્ગ બંધ રાભડા રોડ ચોકડી ઉપર વિશાળ કાય લીમડો રોડ ઉપર પડતા આનંદનગર નંદીગ્રામ સોસાયટી રાભડા ભટવદર માંડવી તરફ નો રસ્તો બંધ લાઠી તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માં વૃક્ષો પડવા થી રસ્તા ઓ બંધ થઈ ગયા છે. જૂની શાકમાર્કેટ પાસે ખુલ્લા મેદાન તરફ ટાવર તથા મુખ્ય બજાર માં જર્જરિત મિલ્કતો નો ઇમલો બજાર વચ્ચે પડી ગયો હતો.ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવા થી હજારો ની સંખ્યા માં મૃત પક્ષી ઓના મોત નિપજ્યા છે.
ગાયત્રી મંદિર હરેકૃષ્ણ નગર પટેલ વાડી ઠાંસા રોડ રાભડા રોડ ગારિયાધાર રોડ સહિત અનેક જગ્યા એ વૃક્ષો પડ્યા ની ઘટનામાં ભારે પવન સાથે વરસાદે કંઈક જગ્યા એ પતરા ના માંડવા છાપરા છાંયડા અને લારી ગલ્લા કેબીનો ઉડ્યા દુકાનો ના બેનરો હોડીગો નો કચ્ચર ધાણ નીકળી ગયો છે.