વર્ષો જૂનો પ્રશ્ન હલ: નવરસેવકોની રજૂઆતને સફળતા

શહેરના સ્મશાન રોડ ઉપર આવેલા રામગઢ વિસ્તારમાં દર વર્ષે પાંચ ફુટ પાણી ભરાવાને કારણે વર્ષોથી ઝૂપડામાં રહેતા લોકોને પારવાર નુકશાની થતી હતી. આ વિસ્તારના નગર સેવકોની સઘન રજુઆતના પગલા પાલિકા પ્રમુખ સ્વભંડોળમાંથી ગ્રાન્ટ ફાળવી આ વિસ્તારનો પ્રશ્ર્ન હલ કર્યો છે.

વોર્ડ નં.૯માં રામગઢ વિસ્તારમાં નિચાણ તે કારણે દર વર્ષે વરસાદમાં આ વિસ્તારમાં સ્લમ લોકોના ઝુપડામાં કમર ડુબ પાણી ભરાતા હતા. તેને કારણે આ વિસ્તારના લોકો ચાલું વરસાદને કારણે રોડ ઉપર આશરો લઇ બાળકો સાથે પારવાર મુશ્કેલી ભોગવતા હતા. આ વાતને ધ્યાનમાં લઇ વોર્ડ નં.૯ના સુઘરાઇ સભ્યોની ર્સવન રજુઆતને પગલા પાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડિયાએ નગરપાલિકાના સ્વભંડોળમાંથી રામગઢથી નદી સુધી ગંદાપાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાવી હતી. આ તકે વોર્ડ નં.૯ના નગર સેવક રિયાજભાઇ દિંગોરા, દાજીભાઇ શિવાણી, સંતાબેન ઇમરાન વિમાણી, ફેલીદાબેન બોંકભાઇ શેઠ, મુસ્લીમ અગણી રજાકભાઇ હિંગોરા રશીદભાઇ શિવાણી વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.