અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા વડાપ્રધાન: હુમલામાં પાંચ મહિલા સહિત સાત ગુજરાતીના મોત: મૃતકોને પાંચ લાખ, ઘાયલોને બે લાખની સહાય
કાશ્મીરનાં અનંતનાગમાં વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ ઉપર આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ૭ ગુજરાતી અમરનાથ યાત્રીકોના મોત થયા છે. જયારે ૧૫ યાત્રીકોને ઈજા પહોચી છે. મૃતકોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકવાદી હુમલાથી દેશભરમાં રોષ ફેલાયો છે. આતંકી હુમલાથી ભારત જુકશે નહી તેવુ મોદીએ જણાવ્યા બાદ યાત્રા ચાલુ રાખવા સરકારે મકકમતા બતાવી છે.
અમરનાથ યાત્રા પુરી કરીને યાત્રીઓ ગુજરાતની બસમાં પાછા ફરી રહ્યા હતા આ બસ બાલતાલથી મીર બજાર તરફ જઈ રહી હતી ત્યારે ઘાત લગાવીને બેસેલા આતંકવાદીઓએ ગોળીબાર શ‚ કર્યો હતો. જેમાં સાત ગુજરાતી યાત્રીકોએ જીવ ગુમાવ્યો છે. ઈજા પામેલા લોકોને પ્રથમ અનંતનાગ અને ત્યારબાદ દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. યાત્રીકો પર હુમલાની ઘટના અંગે ગૃહ મંત્રી રાજનાથસિંહના નિવાસ સ્થાને બોલાવાયેલ બેઠકમાં આઈબી, એનએસએ અને રોના વડા પહોચ્યા હતા. બીજી તરફગુજરાત સરકારે મૃતકનોને ૫ -૫ લાખની સહાયની ઘોસણા કરી છે.
આઈજીપી મુનિરખાનના કહેવા પ્રમાણે શ્રીનગર હાઈવે પર બોતંગુ અને ખનબલ એમ બે સ્થળે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસ પાર્ટી ઉપર થયેલા પ્રથમ હુમલામાં કોઈને ઈજા પહોચી નહતી હુમલા બાદ આતંકીઓ નાસી છૂટયા હતા. અને અમરનાથ યાત્રીકો ઉપર હુમલો કર્યો હતો. ઘાયલ થયેલા લોકોમાં બસના માલીક જવાહરભાઈ અને તેમના પુત્ર હર્ષને પણ ગોળી વાગી છે. જયારે હસીબેન, પ્રદિપ પટેલ પણ ઈજાગ્રસ્ત થયા છે.
જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા મુફતીએ અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાનેક વખોડી કાઢતા સંવેદના જાહેર કરી હતી અને અમરનાથ યાત્રા જારી રહેશે. તેમણે અમરનાથ યાત્રીઓને પૂરતી સુરક્ષા આપવા પ્રતિબધ્ધતા જાહેર કરી હતી.
આ હુમલા બાદ આજે દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક પર બોલાવવામાં આવી છે ગઈકાલે હુમલાની ઘટના બાદ એનએસએ સજીત ડોવાલે તાકીદે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરતા કાશ્મીર સરકાર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગુજરાત સરકારે પણ કાશ્મીર સરકાર સાથે આ બાબતે વાતચીત કરી હતી હુમલાની પાછળ લશ્કર એ તૈયબાના આતંકીઓનો હાથ હોવાનું બહાર આવ્યું છે. વધુમાં બસનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું ન હોવાથી તેને સુરક્ષા મળી શકી ન હોતી. કાશ્મીર પોલીસના કહેવા પ્રમાણે રાત્રે ૭ વાગ્યા બાદ યાત્રીકોની બસોને હાઈવે ઉપર અવર જવર ન કરવા કહેવામાં આવ્યું હતુ તેમ છતા બસના ડ્રાઈવર દ્વારા નિયમ તોડવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના વડાપ્રધાન મોદીએ વખોડીને કાયરતા પૂર્ણ હરકત ગણાવી હતી વધુમાં એમ પણ કહ્યું કહ્યું હતુ કે આવી આતંકી પ્રવૃત્તિઓ સામે દેશ નમવાનો નથી. કાશ્મીરી આગેવાનોએ પણ ગુજરાતી બસ ઉપર થયેલા હુમલાને કાશ્મીર ઉપર કાળા ધબ્બા સમાન ગણાવી હતી.