87 ટકા કારોબારીઓ નિયમિત રીતે વિદેશોમાં બિટકોઇનની લેવડદેવડ કરે છે
રાત્રે સિુતેલા કરોડપતિને સવાર પડતા સુધીમા રોડપતિ કરી નાખે એવો જોખમી બિઝનેસ એટલે ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ..! આમ તો વિશ્વમાં સેંકડો ક્રિપ્ટો કઇન્સ ઉપલબ્ધ છે પરંતુ કારોબારીઓમાં સૌથી ફેવરીટ બિટકોઇન છૈ જેમાં દૈનિક અબજો- ખર્વો ડોલરની ઉથલપાથલ થાય છે. હાલમાં જ થયેલા એક સર્વેનાં આંકડા કહે છે કે બિટકોઇનમાં કારોબાર કરનારા 87 ટકા લોકો નિયમિત રીતે બિટકોઇનની હેરફેર વિદેશોમાં કરતા હોય છે. જે બિટકોઇનની ખરીદી- વેચાણ કે અન્ય કોઇ ચુકવણાનાં ભાગરૂપે હોઇ શકે છે. ઘણા લોકો આ નાણાકિય વ્યવહારને વૈશ્વિક સ્તરે સૌથી સરળ, સસ્તો અને સુરક્ષિત માને છે. જો કે તેની વધઘટ બહુ મોટા જોખમને આમંત્રણ આપે છે. આ સર્વેમાં જોડાનારા 56.2 ટકા લોકો આગામી દાયકામાં બિટકોઇનનાં કારોબારના વધારા માટે ખુબ જ આશાવાદી છે. જો કે ક્રિપ્ટો કરન્સીનાં કારોબારની કાયદેસરતા માટે ભારત સહિત ઘણા દેશોમાં મુંઝવણ ચાલી રહી છે.
ટ્વિટરનાં ફાઉન્ડર જેક ડોરસેએ બનાવેલી કંપનીએ બિટકોઇનનો કારોબાર કરતા 15 દેશોનાં કારોબારીઓમાંથી 6600 જણાનો સર્વે કર્યો હતો. જેના પરિણામો ચોંકાવનારા આવ્યા છે અને બિટકોઇનની માલિકી, તેની લેવડદેવડ તથા વૈશ્વિક બસજારમાં તેના વપરાશ બાબતે જાણકારી પ્રાપ્ત થઇ છે.
તથ્યો જણાવે છે કે મોટાભાગનાં બિટકોઇ કારોબારીઓ પોતાની માલિકીનાં અર્થાત પોતાનાં વોલેટમાં બિટકોઇ રાખવા માટે ઉત્સુક છે. હાલનાં કારોબારીઓમાંથી 8.9 ટકા જેટલા લોકો પાસે જ પોતાના બિટકોઇન સ્ટોકમાં હોય છે. હાલમાં એક એવો પણ વર્ગ છે જે બિટકોઇનની દૈનિક ધોરણે વિદેશમાં લેવડદેવડ કરતો નથી. આ વર્ગનાં 27.8 ટકા લોકો માને છે કે આ કારોબાર આગળ જતા ખુબ વધશે. કારણ કે આ ડિજીટલ કરન્સીની લેવડદેવડમાં બેંકોની મર્યાદા નથી, પ્રાઇવસીની સમસ્યા નથી, લૂંટાવાનો ડર નથી, અને ટ્રાન્ઝક્સન ખર્ચ બહુ ઓછો છે.
હા, આજે વિશ્વમાં કોમ્યુનિકેશન એકદમ ઝડપી છે. કોઇપણ સંદેશ માત્ર 10 સેક્ન્ડમાં એકસાથે 150 દેશોમાં પહોંચાડી શકાય છે. સ્વાભાવિક રીતે જ લોકોને આ સ્પીડે જ નાણાનાં વ્યવહાર કરવાની ઇચ્છા થાય. જે ક્રિપ્ટો કરન્સી દ્વારા થઇ શકશે એવી તેમને આશા છૈ. ખેર આ બિટકોઇનનાં સિક્કાની સોનેરી બાજુ છે તો તેની કાળી બાજુ પણ છે જે કદાચ બિટકોઇનનાં એક્સચેન્જો ચલાવનારા , કરન્સીના સોદા કરાવનારા અને કાળાનાણાની હેરફેર કરનારા આપની સમક્ષ નહીં લાવે.
બિટકોઇન કે ક્રિપ્ટો કરન્સીનો કારોબાર અબજો પતિઓ માટે જ હોવાની એક માન્યતા છે. એક બિટકોઇનની હાલની કિંમત 22,19, 400 રૂપિયા છે. જે છેલ્લા એક વર્ષમાં ઘટીને 13 લાખ રુપિયા અને વધીને 26 લાખ રુપિયા સુધી જઇ આવી છે. ક્રિપ્ટોનો કારોબાર પાસવર્ડ આધારિત છે, જે સાઇબર ફ્રોડને આમંત્રિત કરે છે. ભારત સરકાર કાળાનાણાને કાબુમાં લેવા માટે 2000 રૂપિયાની નોટ ઉપર નિયંત્રણ મુકતી હોય તો 23 લાખ રુપિયાના એક કોઇનને પ્રમોટ કરવા કેટલી હદે હિતાવહ છે? આ ઉપરાંત ત્રાસવાદી સંગઠનો અને દેશદ્રોહી સંગઠનોને નાણાની હેરાફેરી કરવા માટે ડિજીટલ કરન્સી એ એકદમ આસાન અને હાથવગું હથિયાર છે. આ ઉપરાંત દેશમાં નાણાકિય કૌભાંડો કરનારા માલ્યા, મોદી અને ચોક્સીઓ ક્રિપ્ટોની મદદથી અબજો રુપિયા વિદેશ ટાન્સફર કરીને આસાનીથી વિદેશ ભાગી શકે છે.
કદાચ આજ કારણ છે કે હાલમાં જ ભારતમાં યોજાયેલી જી-20 શિકર પરિષદમાં ખાસ ક્રિપ્ટો કરન્સીનાં કારોબાર ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને વર્ચ્યુઅલ કરન્સીની આડઅસરોને ડામવા માટે સર્વસંમત ગાઇડલાઇન્સ બનાવવાની પહેલ થઇ હતી પરંતુ એ મુદ્દે સૌને સંમંત કરવા એ પણ મોટો પડકાર છે. કદાચ સૌ સહમત થઇ પણ જાય તો ત્યારબાદ તેનું વિવિધ દેશોમાં અમલી કરણ કરવું એ બીજી મોટી સમસ્યા છે. કા્રણ કે હાલમાં વિશ્વભરમાં ક્રિપ્ટો કરન્સીનાં 42 કરોડ રોકાણકારો છે. જેમને એક માર્ગદર્શિકા હેઠળ લાવવા માટે જી-20નાં ફાઇનાન્સ્યલ સ્ટેબિલીટી બોર્ડના સભ્યોઐ ભલામણ કરી છે.
વિશ્વમાં જ્યારે 9000 થી વધારે ક્રિપ્ટો કરન્સીઓ ચલણમાં હોય, જેનું માર્કેટ કેપ 2.83 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે 236 લાખ કરોડ રૂપિયાથી વધારે હોય અને છતાં તેના ઉપર કોઇ નિયંત્રણ ન હોય તો વૈશ્વિક ઇકોનોમી સામે કેટલું મોટું જોખમ છે તે સમજી શકાય તેમ છે.
માત્ર ભારતમાં જ 12 કરોડ જેટલા રોકાણકારો ક્રિપ્ટો કરન્સીમાં કામ કરે છે. ડિસેમ્બર-22 થી ફેબ્રુઆરી-23 વચ્ચેનાં સમયગાળામાં ભારતમાં ક્રિપ્ટો કરન્સીનાં કારોબારમાં 53 ટકાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ છે. હવે આ એક ગાંડો ઘોડો છે જેના ઉપર વહેલી તકે લગામ લગાવવાની આવશ્યકતા છૈ..!