જાકો રાખે સાઈઆ માર શકે ના કોઈ ડીવોર્સ આપી દેવાના પતિના દબાણી કંટાળી મહિલાએ બે માસના બાળક સાથે રેલવે ટ્રેક વચ્ચે ઝંપલાવ્યું હતું
કહેવાય છે કે, જાકો રાખે સાઈઆ માર શકે ના કોઈ. આ જ પ્રમાણેનો એક ચમત્કારી બનાવ મધ્યપ્રદેશમાં બન્યો છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં સેન્ટ્રલ રેલવેના ભુસવાલ ડિવિઝનના નેપાનગર રેલવે સ્ટેશન ખાતે ટ્રેક વચ્ચે એક મહિલા તેના બે માસના બાળકને લઈ સુઈ ગઈ હતી. આત્મહત્યાના ઈરાદે પાટા વચ્ચે સુઈ જતા અને ઉપરી ટ્રેન પસાર થવા છતાં તે મહિલા અને બાળકને કંઈ જ થયું ન હતું.
રેલવે પ્રોટેકશન ફોર્સના ઈન્ચાર્જ એસ.કે.ગુરજારે કહ્યું કે, મહિલા તેના બાળક સાથે કાશી એકસપ્રેસમાં અલ્હાબાદી મુંબઈ જઈ રહી હતી. જે દરમિયાન તેણે આપઘાતનો વિચાર કરી ટ્રક વચ્ચે સુઈ ગઈ હતી. આ ઘટનાને આંખે જોનારાઓનું કહેવું છે કે ટ્રેન મહિલા અને બાળક ઉપરી સંપૂર્ણ પસાર થઈ હતી. તેમ છતાં તે બંનેને એક નાની ખરોજ પણ આવી નથી. ટ્રેન પસાર થયા બાદ મહિલા-બાળકને જોઈ તત્કાલીન તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.
રેલવે પોલીસ એસ.કે.ગુરજારે કહ્યું કે, પુછપરછમાં મહિલાએ જણાવ્યું છે કે તેના અંગત કારણોસર તે આત્મહત્યા કરવા જઈ રહી હતી. તેણી તેના દાદી સાથે તેના ઘરે મુંબઈ જઈ રહી હતી તેની માતાએ સાજીદ નામના યુવક સો તેના લગ્ન કરાવ્યા હતા અને તેણી ગર્ભવતી થઈ તે દરમિયાની તેનો પતિ સાજીદ ડીવોર્સની માંગ કરે છે તેમ મહિલાએ પોલીસને જણાવ્યું હતું.
મહિલાને તેના બાળક સાથે મધ્યપ્રદેશના મહિલા અને બાળક વિભાગના સખી સ્ટેશનમાં રખાઈ હતી. જો કે ત્યારબાદ તેના સગાસંબંધીઓ તેને મુંબઈ લઈ જવા આવ્યા હતાં.