સારા કે ખરાબ?: ભારતીય મહિલાઓની પ્રજનન શક્તિ ઘટી રહી છે!!!

વર્ષ ૨૦૧૫-૧૬ માં થયેલા ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને ૨૦૧૯-૨૧ માં થયેલા પાંચમા સર્વેના વચ્ચેના સમયગાળામાં કુલ પ્રજનન દર ઘટી ગયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ડેટા બહાર પાડવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં દરેક સમાજની મહિલાઓનો પ્રજનન દર ઘટ્યો છે. જે વર્ગમાં સૌથી વધુ પ્રજનન દર હતો તેમાં ઝડપથી ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
દરેક ધર્મની ભારતીય મહિલાઓ હવે ભૂતકાળની સરખામણીમાં સરેરાશ ઓછા બાળકોને જન્મ આપે છે. એક મહિલા પોતાના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપી શકે છે તેના અંદાજને કુલ પ્રજનન દર  કહેવામાં આવે છે. ૨૦૧૫-૧૬ માં થયેલા ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને ૨૦૧૯-૨૧ માં થયેલા પાંચમા સર્વેના વચ્ચેના સમયગાળામાં કુલ પ્રજનન દર ઘટી ગયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ડેટા બહાર પાડવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં દરેક સમાજની મહિલાઓનો પ્રજનન દર ઘટ્યો છે. જે વર્ગમાં સૌથી વધુ પ્રજનન દર હતો તેમાં ઝડપથી ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૪ અને નેશનલ ફેમિલી સર્વે-૫ની વચ્ચે મુસ્લિમોના પ્રજનન દરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. કુલ પ્રજનન દર ૨.૬૨ થી ઘટીને ૨.૩૬ થયો છે એટલે કે તેમાં ૯.૯૯ ટકાનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં અન્ય સમુદાયની વસ્તી કરતાં આ દર ઊંચો છે. ૧૯૯૨-૯૩ માં ભારતમાં આ સર્વેની શરૂઆત થઈ ત્યારથી કુલ પ્રજનન દરમાં ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દર ૩.૪ થી ઘટીને ૨.૦ થયો છે અને હાલ ‘રિપ્લેસમેન્ટ લેવલ’ પર સ્થિર છે. મતલબ કે, એ સ્તર જ્યાં વસ્તીને સ્થિર રાખવા પૂરતાં જ બાળકોનો જન્મ થાય.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ડેટા દર્શાવે છે કે મુસ્લિમો સિવાયના તમામ ધર્મના સમુદાયોમાં કુલ પ્રજનન દર રિપ્લેસમેન્ટ લેવલની નીચે આવી ગયો છે. સર્વેના દરેક રાઉન્ડમાં મુસ્લિમોમાં કુલ પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો હોવા છતાં અન્ય ધર્મના સમુદાયોના રિપ્લેસમેન્ટ લેવલ કરતાં થોડો વધારે છે. અત્યાર સુધી પાંચ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થયા છે જેમાં મુસ્લિમોનો કુલ પ્રજનન દર ૪૬.૫ ટકા, હિન્દુઓનો ૪૧.૨ ટકા અને ખ્રિસ્તીઓ તેમજ શીખોનો કુલ પ્રજનન દર ઘટીને એક તૃતીયાંશ થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૧ માં જૈન અને બુદ્ધો તેમજ નવબૌદ્ધો (બુદ્ધ ધર્મનો અંગીકાર કરનારા)ના કુલ પ્રજનન દરનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો.
પ્રજનન દરનો ડેટા જોતાં સ્પષ્ટ થાય છે કે, માતાના શિક્ષણે પ્રજનન સ્તર ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫નો ડેટા દર્શાવે છે કે જે મહિલાઓએ અશિક્ષિત છે તેમનો કુલ પ્રજનન દર ૨.૮૨ છે જ્યારે ૧૨ કે તેનાથી વધુ વર્ષ સુધી અભ્યાસ કરનારી મહિલાઓનો કુલ પ્રજનન દર ૧.૭૮ છે.
15-49 ની વય (સામાન્ય રીતે આ ઉંમરે પ્રજનન કરી શકાય છે)ની મુસ્લિમ મહિલાઓમાંથી ૩૧.૪ ટકા અશિક્ષિત છે જ્યારે ૪૪ ટકાએ સાત વર્ષથી વધુ શિક્ષણ મેળવ્યું છે. હિન્દુઓ માટે આ આંકડા અનુક્રમે ૨૭.૬ ટકા અને ૫૩ ટકા છે, ખ્રિસ્તીઓમાં ૧૬.૮ ટકા અને ૬૫ ટકાની નજીક છે.
આ જ સમુદાય માટે દેશભરના રાજ્યોમાં કુલ પ્રજનન દર ભિન્ન છે. દાખલા તરીકે, ઉત્તરપ્રદેશમાં હિન્દુઓનો કુલ પ્રજનન દર ૨.૨૯ છે ત્યારે તમિલનાડુમાં ૧.૭૫ છે, જે રિપ્લેસમેન્ટ લેવલથી નીચો છે. આ જ પ્રકારે ઉત્તરપ્રદેશના મુસ્લિમોમાં કુલ પ્રજનન દર ૨.૬૬ છે જ્યારે તમિલનાડુમાં ૧.૯૩ છે, જે ફરી એકવાર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે છે.
  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ચોથા અને પાંચમા સર્વેમાં પ્રજનનદરમાં મોટો ઘટાડો સુચવતો અહેવાલ આવ્યો સામે
  • મુસ્લિમ મહિલાઓમાં 30 વર્ષમાં પ્રજનનદરમાં 40%નો ઘટાડો નોંધાયો !!
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૪ અને નેશનલ ફેમિલી સર્વે-૫ની વચ્ચે મુસ્લિમોના પ્રજનન દરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. કુલ પ્રજનન દર ૨.૬૨ થી ઘટીને ૨.૩૬ થયો છે એટલે કે તેમાં ૯.૯૯ ટકાનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં અન્ય સમુદાયની વસ્તી કરતાં આ દર ઊંચો છે. ૧૯૯૨-૯૩ માં ભારતમાં આ સર્વેની શરૂઆત થઈ ત્યારથી કુલ પ્રજનન દરમાં ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દર ૩.૪ થી ઘટીને ૨.૦ થયો છે અને હાલ ‘રિપ્લેસમેન્ટ લેવલ’ પર સ્થિર છે. મતલબ કે, એ સ્તર જ્યાં વસ્તીને સ્થિર રાખવા પૂરતાં જ બાળકોનો જન્મ થાય.
  • તમામ સમુદાયોમાં શિક્ષિત સ્ત્રીઓનો પ્રજનન દર નિચો !!
પ્રજનન દરનો ડેટા જોતાં સ્પષ્ટ થાય છે કે, માતાના શિક્ષણે પ્રજનન સ્તર ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫નો ડેટા દર્શાવે છે કે જે મહિલાઓએ અશિક્ષિત છે તેમનો કુલ પ્રજનન દર ૨.૮૨ છે જ્યારે ૧૨ કે તેનાથી વધુ વર્ષ સુધી અભ્યાસ કરનારી મહિલાઓનો કુલ પ્રજનન દર ૧.૭૮ છે. ૧૫-૪૯ ની વય (સામાન્ય રીતે આ ઉંમરે પ્રજનન કરી શકાય છે)ની મુસ્લિમ મહિલાઓમાંથી ૩૧.૪ ટકા અશિક્ષિત છે જ્યારે ૪૪ ટકાએ સાત વર્ષથી વધુ શિક્ષણ મેળવ્યું છે. હિન્દુઓ માટે આ આંકડા અનુક્રમે ૨૭.૬ ટકા અને ૫૩ ટકા છે, ખ્રિસ્તીઓમાં ૧૬.૮ ટકા અને ૬૫ ટકાની નજીક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.