છેલ્લા કેટલાક દિવસોમથી કોવિડ દર્દીઓની વધતી માંગને પહોંચી વળવા તબીબી ઉપયોગ માટે ઓક્સિજનની સપ્લાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ વધારા છતાં હજુ પ્રાણવાયુ “ડચકા” ખાઈ રહ્યો છે. કોરોનાએ તબાહી જ એવી મચાવી દીધી છે દરરોજ કેસ બે થી ત્રણ ગણા નોંધાઈ રહ્યા છે. મોટાભાગના રાજ્યો અને હોસ્પિટલો માંગ વધુ વધતી જઈ રહી છે. જો કે, આ વધતી જતી આ માંગને પહોંચી વળવા 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો આયાત કરવાનો પણ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
દેશમાં ઓક્સિજનના નવા પ્લાન્ટ નાખવા પણ મંજૂરી અપાઈ ગઈ છે તો ઔધીગિક એકમોને ઓક્સિજન પૂરો પાડવા પર રોક લગાવી દેવાઈ છે. અને જરૂરિયાતવાળી હોસ્પિટલો તેમજ કોવિડ સેન્ટરોમાં પ્રાણવાયુનો જથ્થો પહોંચાડવા પર વધુ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ અનેક દર્દીઓ ના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. પ્રાણવાયુ માંગની વધી છે. જેથી સરકારે પ્રાણવાયુ મામલે દર્દીઓને તકલીફ ન થાય તે માટે તબક્કા વાર પગલાં લીધા છે. મેડિકલ માટે ઉપયોગમાં લેવાતા પ્રાણવાયુ લોકો સુધી પહોંચાડવા માટે કેટલાક નિયંત્રણો લાદવાનો નિર્ણય પણ લેવાયા હતા. જેના પરિણામે 10થી 12 ટકા એટલે કે અંદાજીત સાત હજાર મેટ્રિક ટન ઓક્સિજન દર્દીઓ માટે ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે.