સ્થાનિક સતાધીશો ઘોરે છે?: અગ્રણીનો સવાલ
જસદણમાં વરસાદને કારણે લાખોના ખર્ચે નવા અને જુના રસ્તાઓ જર્જરીત થઇ ખાડા પડી જતાં છતાં શાસકો અને તંત્ર સબ. સલામત હોવાની આલબેલ પોકારી રહ્યાનો આક્ષેપ નગરપાલિકાના પૂર્વ સદસ્ય સામાજિક કાર્યકર વિનુભાઇ લોદરીયાએ કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે ભુળકાળમાં પ્રજાના પરસેવાની કરોડો રૂપિયાની કમાણીમાંથી બનાવેલા નવા અને જુના રસ્તા એટલી હદે ખરાબ થઇ ગયા છે. કે લોકો ઉંટ પર સવારી કરી રહ્યા હોય એવા અહેસાસ થઇ રહ્યો છે.શહેરમાં અપવાદ બાદ કરતા તમામ રસ્તા સાવ ઉખડીને ખાડા પડી ગયા છે. ખરાબ રસ્તાના કારણે દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ સ્થાનિક શાસક્ષે અને તંત્રના સતાધીશો તમાશો જોયા કરે છે. તેમણે જણાવ્યું કે જસદણમાં ભુર્ગર્ભ ગટર લાઇન હોવા છતાં ખુલ્લી ગટરોના સ્લેબ પણ તૂટી ગયાં છે. સામાન્ય વરસાદમાં રાહદારીઓ કે વાહન ચાલકો માટે આવી ગટર મોતનું કારણ બની શકે છે. જર્જરિત રસ્તાઓને રીપેર કરવા માંગ ઉઠી છે. સ્થાનિક સતાધીશો ઉંઘમાં હોય તો કંઇ કરતા નથી તેવો પણ તેમણે સવાલ કર્યો છે.