રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ જાહેશ કરેલા એક અહેવાલમાં એવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો છે કે આર્થિક ક્ષેત્રે કેટલાક મોટા પડકારો હોવા છતાં દેશની આર્થિક વ્યવસ્થા મજબુત અને સ્થિર છે દ્વિવાર્ષિક આર્થિક સ્થિતિ અને સઘ્ધરતા અહેવાલમાં બેંકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોમાં બેંકો માટે ગળામાં ફસાયેલા હાડકા જેવી સલવાથયેલી મૂડીનો બોજ ઘટીને ૯.૩ ટકા સુધી નીચે ગયો છે.
જો કે આ અહેવાલમાં બેન્કીંગ ક્ષેત્રના સુકાનીઓએ બિન બેકીંગ આર્થિક સંસ્થાઓ પર સવિશેષ જરુરત પર ભાર મુકવાની નજરના ભાર મુકયો છે. આ અહેવાલના આરબીઆઇના ગર્વનર શકિત કાંત દાસે સરકાર અને બેંકોને મળીને કામ કરવાની જરુરીયાત પર ભાર મુકયો છે. જેનાથી આર્થિક વિકાસના રસ્તામાં આવનારા પડકારોને સારી રીતે નિવારી શકાય આ અહેવાલમાં સરકાર માટે સારી બાબત બતાવાઇ છે કે આ વર્ષેના અંતમાં બેંકોની નોન પરફોર્મેટ એસેટ એટલે કે એનજીએમાં ખુબ જ ધટાડો આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં બેંકોમાં બહાવરી બનાવી દેનાર એનપીએ આ વર્ષે માર્ચ મહિનાના અંત સુધીમાં ૧૧.૨ માં થી ધટીને ૯.૩ સુધી નીચે પહોંચી છે.
આરબીઆઇ એ આશા વ્યકત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં એનપીએ નો દર ઘટીને સપાટી નીચે જશે. આરબીઆઇ એ એવી પણ આશા વ્યકત કરી છે કે બેંકોની એનપીએ એ ઘટ ચાલુ વર્ષના અંત સુધીમાં ૯ ટકા સુધી પહોંચશે આરબીઆઇના મત મુજબ બેકીંગ ક્ષેત્રની તબિયત સુધારવા અને તંત્રની મજબુત સ્થિતિમાં પ્રયાગ અંગે એક સંકેત છે કે સેકટર આ ક્ષેત્ર એનપીએના બદલામાં ૬૦.૬ ટકા જેટલી વસુલાતમાં સફળ રહ્યું છે.
બેંકીગ નિયામકનું કહેવું છે કે આર્થિક ક્ષેત્રે હાઉસીંગ ફાયનાન્સની સ્થિતિ સારી નથી રહી આ ક્ષેત્રમાં ખાસ ઘ્યાન આપવાની જરુર છે. દેશનું બેકીંગ ક્ષેત્ર છેલ્લા કેટલાંક સમયથી એનપીએના કારણે બિમાર થઇ ગયું હતું. જે હવે એનપીએ ના ભારણના ધટાડાથી મજબુત બની રહ્યું છે.
એનબીએફસી દ્વારા આ પરિસ્થિતિને સુધારે રાખવા માટે હાઉસીંગ ક્ષેત્રની નબળાઇઓ પર ખાસ ઘ્યાન આપવાની જરુર છે. એચએફસી ક્ષેત્રમાં અનિલ અંબાણી રિલાયન્સ કેપીટલ, ડીએચએફએલ જેવી ખાનગી કંપનીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ ક્ષેત્રને બચાવવા માટે વધારાની નાણાંકીય સહાયની જરુરત છે. આર્થિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ પર હંમેશા નાણા ડુબવાનું જોખમ રહેતું જ હોય છે. પરંતુ તેમાં જાગૃતિ રાખવાથી ફેર પડે છે. ૨૦૪ જેટલી પેઢીઓએ એકથી વધુ બેકોને ચુનો ચોપડીયો છે આ સ્થિતિમાં અત્યારે એનપીએની સ્થિતિમાં સુધરો દેશ માટે સારી બાબત ગણાય છે.