આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણીમાં ભારતીય કપાસના ભાવ 5 ટકા ઓછા હોવા જરૂરી
હાલ જે રીતે કપાસના ભાવ નીચા આવી રહ્યા છે છતાં પણ જે કાપડ ઉદ્યોગને રાહત મળવી જોઈએ તે મળી શકતી નથી જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલ કપાસની ગુણવત્તાને લઈ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સામે કપાસની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. જે સમયે ગુણવત્તાવાળા કપાસનું ચલણ બજારમાં વધશે તે સમયે કાપડ ઉદ્યોગને ઘણો ફાયદો પણ પહોંચશે. વિશ્વ બજારમાં કપાસ જે ગુજરાતથી આવે છે તેને એક પોતાની અલગ ઓળખ ઊભી કરી દીધી છે પરંતુ કોરોના બાદ કાપડ ઉદ્યોગને ઘણા પ્રશ્નો ઉદ્ભવિત થયા હતા.
ભાવમાં વધારો થયો હોવાના કારણે જે ક્ષમતાથી ઉત્પાદન થવું જોઈએ તે થઈ શક્યું ન હતું સામે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો હતો. પરંતુ ધીમે ધીમે કપાસના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે છતાં પણ જે રીતે કાપડ ઉદ્યોગ બેઠો થવો જોઈએ તે થઈ શકતો નથી અને તેની પાછળનું મુખ્ય કારણ કપાસની ગુણવત્તા છે.
નાણાકીય વર્ષ 2022-23માં કપાસના ભાવ આસમાને આવી ગયા હતા .જેના કારણે ઘણું ખરું નુકસાન કપાસ ઉત્પાદકોને પહોંચ્યું હતું. પરંતુ હાલના તબક્કે 356 ગ્રામની ગાંસડીનો ભાવ 61 હજાર રૂપિયા પહોંચ્યો છે જેમાં 45 ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે છતાં પણ જે રીતે કપાસ ની ગુણવત્તા જળવાવી જોઈએ તે જળવાતી નથી . બીજી તરફ ચાઇના વેટ નામ અને બાંગ્લાદેશના ભાવની સામે ભારતના કપાસનો ભાવ હજુ પણ વધુ જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને ઘણી માઠી અસરનો પણ સામનો કરવો પડે છે.
બીજી તરફ જે ક્ષમતાથી ઉદ્યોગો ચાલવા જોઈએ તેમાં પણ 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કો ચેરમેન રાહુલ સહાય જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં ભારતીય કપાસનો ભાવ હજુ પાંચ ટકા જેટલો ઓછો હોય તો કાપડ ઉદ્યોગને ઘણો ફાયદો પહોંચશે.
પાસના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં સીધો જ વધારો નોંધાયો છે પરંતુ હાલની સ્થિતિએ કપાસના ભાવમાં ફેરફાર આવી રહી છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવા માટે હજુ પણ કપાસનો ભાવ નીચો આવે તે જરૂરી છે. સ્પિનિંગ મિલ અંગે જો વાત કરીએ તો ઓછી ઉત્પાદન શક્તિના પગલે ગત વર્ષે આ તમામ મિલો બંધ હાલતમાં જોવા મળી હતી જેની સ્થિતિ હવે દિવસેને દિવસે સુધરી રહી છે.