ખેડુતના ખેતરમાં સિંહનું મોત થાય તો વનતંત્ર ખેડુતને પાયમાલ કરી નાખે જયારે રેલવે ટ્રેક અને વાહન અકસ્માતમાં કોઈ જ કાર્યવાહી નહીં ?
રાજુલા વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષમાં ૧૨થી પણ વધારે સિંહના મોત થવા છતાં વનતંત્ર દ્વારા ઢીલી નીતિ શા માટે ? જેમાં મોટાભાગના સિંહો તો પીપાવાવ રેલવે ટ્રેક ઉપર થયેલ હોય આ રેલવેના ડ્રાઈવર કે રેલવે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી શા માટે નહીં ? તેમજ રાજુલા વિસ્તારમાં પીપાવાવ ફોર ટ્રેક રોડ પર તેમજ ડુંગર નજીક રોડ પર સિંહના અકસ્માતમાં ખપાવવામાં આવેલ મોતમાં કોઈજાતની તપાસ શા માટે નહીં ? આ સમયે સિંહના મોઢામાંથી ફીણ નિકળતા હતા તેવું જાણવા મળેલ હતું તો શા માટે કોઈ જાતની તપાસ કરવામાં ન આવી તેવો વૈદ્યક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે અને ગૌરક્ષા હિતરક્ષ મંચ અને પર્યાવરણ બચાવ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રકરણોની તપાસની માંગ ઉઠાવેલ છે. આ અંગે સ્થાનિક ખેડુતો એવું જણાવી રહ્યા છે કે ખેડુતોના ખેતરમાં કોઈક કારણસર જો સિંહનું મૃત્યુ થાય તો વનતંત્ર ખેડુતની પાછળ પડી જાય અને પાયમાલ કરી દયે જયારે રેલવે તંત્ર અને રોડ અકસ્માતમાં કોઈ પગલા શા માટે નહીં તેવો વૈદ્યક સવાલ ઉઠેલ છે.