રાજસન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદના પગલે નુકશાન : ભાવ વધારા મુદ્દે સરકાર સચેત
ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં યું છે. જો કે, અતિવૃષ્ટિના કારણે લોકો માટે કઠોળની ખરીદી મોંઘી બની જશે તેવી શકયતા છે. ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન વધુ પ્રમાણમાં યું છે. છેલ્લા ૪ થી ૫ વર્ષી કઠોળના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ભારત કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની ચૂકયું છે. જો કે, ચાલુ વર્ષે અતિ વૃષ્ટિના કારણે લોકો સુધી કઠોળ મોંઘુ પહોંચે તેવી શકયતા સેવાઈ રહી છે.
ખરીફ પાકના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૫-૧૬માં કઠોળનું ઉત્પાદન ૫.૫૩ મીલીયન ટન યું હતું. જ્યારે ૨૦૧૬-૧૭માં ૯.૫૮, ૨૦૧૭-૧૮માં ૯.૩૧, ૨૦૧૮-૧૯માં ૮.૫૯ અને ૨૦૧૯-૨૦માં ૮.૨૩ મીલીયન ટન કઠોળનું ઉત્પાદન યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આંકડા ખરીફ પાકના છે. આ વર્ષે ખરીફ સીઝન દરમિયાન સરકારને ૮.૨૩ મીલીયન ટન કઠોળના ઉત્પાદનની અપેક્ષા છે. ઉનાળા દરમિયાન પણ ૫.૫૯ મીલીયન ટન ઉત્પાદન ગત વર્ષે યું હતું. કઠોળના વાર્ષિક ઉત્પાદનમાં દર વખતે ઉનાળુ પાકનો હિસ્સો ૩૫ થી ૪૦ ટકા હોવાનું માનવામાં આવે છે. રાજસન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં કઠોળના વાવેતરને નુકશાન પહોંચ્યું છે. ૮.૪ મીલીયન હેકટર જમીન પર વાવેલા કઠોળમાંથી ૪.૭ મીલીયન હેકટર જમીનના કઠોળમાં અતિવૃષ્ટિના કારણે નુકશાન યું છે. દર વર્ષની સરખામણીએ ૧૦ થી ૧૨ ટકા જેટલું નુકશાન હોવાનું માનવામાં આવે છે.
અહીં નોંધનીય છે કે, દેશમાં અનાજની સાો સા કઠોળનો ઉપયોગ પણ વધ્યો છે. તેલીબીયાનો પાક લેવાયા બાદ કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે. કઠોળના ભાવ પણ વધવા પામ્યા છે. પરિણામે ખેડૂતોની આવક વધી છે. કઠોળને ટૂંકા સમયગાળાનો પાક માનવામાં આવે છે. કઠોળ પહેલા તેલીબીયાનું વાવેતર લેવાય છે. સૌથી ઓછુ વાવેતર એરંડાનું થાય છે. આ વાવેતર છ મહિનાી વધુનું હોય છે. ચાલુ વર્ષે કઠોળમાં સારો પાક લેવાયો હોવા છતાં ભાવમાં તોતીંગ વધારો થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
અહીં નોંધનીય છે કે, ચાલુ વર્ષે અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. કર્ણાટક, રાજસન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ પાકને નુકશાન થયું હતું. કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૬-૧૭માં ખુબજ વધુ હતું પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં તેલીબીયાની સાથે કઠોળના ઉત્પાદન પર પણ અસર જોવા મળી છે. હજુ ચણાનો પાક વાટ જોઈ રહ્યો છે તેવા સંજોગોમાં ગુજરાતમાં કઠોળના અન્ય પાકને હમદઅંશે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
- સૌરાષ્ટ્રની એચપીએ ક્વોલીટીની મગફળીની માંગ
મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો ડંકો વિશ્ર્વભરમાં વાગે છે. સૌરાષ્ટ્રની એચપીએ ક્વોલીટીની મગફળીની માંગ સમગ્ર વિશ્ર્વમાં છે. સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ અલગ અલગ પ્રકારની મગફળી મળી આવે છે. હાલારની મગફળીમાં તેલના ટકા વધુ હોવાનું કહેવાય છે. તો માંગરોળની મગફળી એચપીએ કેટેગરીની હોવાનું માનવામાં આવે છે. માંગરોળમાં વરસાદ વધુ રહેતો હોવાી એચપીએ ક્વોલીટીની મગફળીનું ઉત્પાદન ઈ શકે છે. આવી મગફળીનો દાણો મોટો હોય છે અને ઓઈલ ઓછુ હોય છે. આ કેટેગરીની મગફળીમાં ૧૦૦ ગ્રામે જેટલા ઓછા દાણા ાય તેટલો ભાવ વધુ આવે છે. સૌરાષ્ટ્ર હાલ મગફળી અને કપાસના ઉત્પાદન ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ત્યારે મગફળી સહિતના પાકમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્પાદનના પગલે માંગ વધી જવા પામી છે. સૌરાષ્ટ્રની મગફળીમાં એચપીએ કેટેગરીની મગફળીનું પ્રમાણ સમયાંતરે ઓછુ થયું હતું. પરંતુ ફરીી આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા માટેની જાગૃતિ જોવા મળી છે. જેના સારા પરિણામો આવ્યા છે. મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો પ્રથમ ક્રમ છે ત્યારે માત્ર કોનટીટી નહીં પરંતુ ક્વોલિટી પર પણ પૂરતુ ધ્યાન દેવામાં આવે તે માટે વિવિધ ધારાધોરણો નક્કી થયા છે. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રની મગફળીની એચપીએ ક્વોલીટીની માંગ વધશે તેવું જણાઇ રહ્યું છે.
- અનાજની સાથે કઠોળનો વપરાશ વધ્યો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનાજની જેમ હવે કઠોળ આરોગવાનું ચલણ પણ વધી રહ્યું છે. અગાઉ ભારતમાં ઉત્પાદન પણ ઓછુ થતું હતું. હવે ઉત્પાદન પણ વધ્યું છે. કઠોળમાં વધેલા ભાવની સીધી અસર હવે પરિવારોના બજેટ પર જોવા મળે છે. ભાવમાં નજીવો વધારો મધ્યમ વર્ગનું બજેટ ખોરવી શકે તેવી સ્થિતિ ઉભી ઈ છે. અગાઉ કઠોળના વપરાશનું પ્રમાણ ઓછુ હતું પરંતુ સમય બદલાતા હવે લોકોના ભાણામાં કઠોળ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી કઠોળનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હતું. આ વખતે પણ ક્રોપ બમ્પર જોવા મળ્યો છે. અતિવૃષ્ટિની માઠી અસરના પરિણામે લોકોના બજેટ પર અસર થઈ શકે છે. અનાજ સાથે હવે લોકોના ભાણામાં કઠોળનો ઉપયોગ વધતો જાય છે ત્યારે ભારતમાં કઠોળના ઉત્પાદનને વેગવાન બનાવવા મોદી સરકારે પાંચેક વર્ષ પહેલા કમર કસી હતી. યુપીએ કાળમાં કઠોળના ભાવ આસમાને પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.
- તુવેરદાળ સિવાયના કઠોળના ભાવ ઉંચા રહે તેવી શક્યતા
કઠોળનો બમ્પર ક્રોપ હોવા છતાં અતિવૃષ્ટિના કારણે કઠોળના ભાવમાં તોતીંગ વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં માત્ર તુવેરદાળ સીવાયના કઠોળના ભાવ ઉંચા રહેશે તેવું પણ ફલીત થાય છે. સરકાર ભાવ નિયંત્રણમાં રહે તે માટે ઈમ્પોર્ટ એકસ્પોર્ટના ધારાધોરણમાં ફેરફાર કરે તેવી શકયતા વચ્ચે હાલ કઠોળના સ્ટોક મુદ્દે પણ વિચારણા ચાલી રહી છે. વર્તમાન સમયમાં ચણા, મગ, મઠ, વટાણા સહિતના કઠોળમાં ધીમી ગતિએ ભાવમાં વધારો થશે તેવી ધારણા છે. જો કે, તુવેરદાળના ભાવ વધશે નહીં. સામાન્ય રીતે તુવેરદાળ ખોરાકનો એક મહત્વનો ભાગ હોવાી તુવેરદાળના ભાવ ઉપર સરકારની સૌથી વધુ નજર રહેતી હોય છે. મોદી સરકાર સત્તામાં આવી તે પહેલા યુપીએ-૨ સમયે કઠોળના ભાવમાં તોતિંગ વધારાના પગલે ઠેર-ઠેર રોષ ફાટી નીકળ્યો હતો પરીણામે મોદી સરકારે સતામાં આવ્યાના તુરંત બાદ વિદેશમાં કઠોળનું વાવેતર કરી ભારતમાં લાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારતમાં પણ કઠોળનું ઉત્પાદન ધીમે ધીમે વધે તેવી યોજનાઓ મોદી સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવી હતી જેના પરીણામે છેલ્લા ચાર વર્ષથી દેશમાં કઠોળનું તોતિંગ ઉત્પાદન થઇ રહ્યું છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે કઠોળમાં મહદઅંશે નુકસાન જોવા મળ્યું છે.