છોટી કાશીમાં ધુળેટીની ઉજવણીનો આનંદ ચરમસીમાએ
છોટી કાશીમાં હોળી – ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકોનો ઉત્સાહ આસમાને
છોટી કાશીમાં હોળી, ધુળેટીના તહેવારોમાં કોઇ કચાશ જ ન રહે જામનગરમાં ધુળેટીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે.હોળી પ્રાગયોત્સવ અને બીજા દિવસે ધુળેટીનો તહેવાર મનાવવા જામનગરમાં સૌરાષ્ટ્રભરથી લોકો આવે છે. જામનગરમાં રંગોત્સવની ઉજવણી અને દ્વારકામાં દ્વારકાધીશના દર્શન થી જામનગરમાં રંગોત્સવ ની ભવ્ય ઉજવણીની પરંપરા મુજબ આ વખતે પણ રંગોત્સવ ની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે આ વખતે મોંધવારીની અસર વચ્ચે કલર, અબીલ, ગુલાલ અને પીચકારીના ભાવમાં ર0 ટકાનો વધારો છતાં જામનગરવાસીઓના આનંદમાં કોઇ ઓટ નવી દેખાશે.
હોળી અને ધૂળેટીના તહેવારોમાં જામનગરમાં નાનાથી લઇને મોટેરાઓ આ રંગોત્સવને દિલથી મનાવે છે. ત્યારે બજારમાં વિવિધ પ્રકારની પીચકારીઓ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, છોટા ભીમ, બંદુકવાળી, થોર પીચકારી સહિતની પીચકારીઓએ સારુ એવું આકર્ષણ જગાવ્યું છે, ખાસ કરીને ર, 3 અને પ ડી સુધીની એનીમેશન વાળી પીચકારીની ભારે બોલબાલા છે. અલગ અલગ ટેન્ક સાઇઝની પીચકારી પણ જામનગરમાં મળી રહી છે. બજારમાં આ વખતે ગીફટ બોસકવાળી પીચકારી ખુબ જ ટ્રેન્ડ કરી રહી છે. બાળકો બોકસ ખોલશે ત્યારે તેમાંથી તેઓને સરપ્રાઇઝ ગીફટ પણ મળશે તેમજ હોળી સ્પેશ્યલ મેજીકલ ટીશર્ટનું વેચાણ થઇ રહ્યું છે. મેજીકલ કલર બજારમાં આવ્યા છે. તેની સાથે મેજીકલ કલર ગ્લાસ પણ વેચાણ રહ્યા છે.
મેજીક ટીશર્ટ પણ પાણી અડતા જ ટીશર્ટનો કલર બદલાઇ જશે અને કલર ગ્લાસમાં પાણી ઉમેરાતા પાણીનો કલર પણ બદલાઇ જશે. જામનગરમાં કેટલાક સ્થળોએ ધુળેટીના દિવસે વિશિષ્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે,: જો કે હજુ આ વખતે જોઇએ તેટલા કલર અને પીચકારીનું વેચાણ વઘ્યું નથી. ધીરે ધીરે વેચાણ વધશે, માર્કેટમાં મંદીનો માહોલ હોવાનું પણ વેપારીઓ કહે છે, કાચા માલમાં વધારો થવાના કારણે કલર અને પીચકારીના ભાવમાં ર0 ટકા જેટલો વધારો પણ થયો છે. પરંતુ આ વખતે એક વાત ચોકકસ છે કે બાળકો અને મોટેરામાં મેજીક ટીશર્ટની આ વખતે ભારે બોલબાલા રહેશે.