રાજકોટ ખાતે આવેલા રાજમોતી મીલને સીલ કરી દેવામાં આવ્યું છે. આજ સવારથી યુનિયન બેન્ક ની સાથે કલેકટર તંત્રને પોલીસ તંત્ર સંયુક્ત રીતે રાજમોતી મિલને સીલ કરવાની પ્રક્રિયામાં જોડાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ 2010માં રાજમોતી મીલ દ્વારા 140 કરોડ રૂપિયાની લોન કંસોર્ટિયમ ફાઇનાન્સ મારફતે એવામાં આવી હતી જેમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ લક્ષ્મી વિલાસ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડીયા અને બેન્ક ઓફ બરોડા પાસેથી સંયુક્ત રીતે 140 કરોડ રૂપિયા લોન મારફતે લેવામાં આવ્યા હતા.
2017 માં બનેલી ઘટના બાદ રાજમોતી મીલ નો વ્યવસાય મંદગતિએ ચાલતો હતો પરંતુ જ્યારે વ્યાપાર વૃદ્ધિ અને બજારમાં સુધારો આવ્યો તે સમયે રાજમોતી મિલના માલિક અને સોમા ના ભૂતપૂર્વ પ્રમુખ સમીરભાઈ શાહ અનેક વખત બેંકોને રજૂઆત કરી હતી અને લોન ને સેટલ કરવાની વાતો કરી હતી પરંતુ કોઈ પણ કારણોસર બેંક દ્વારા તેમની માંગણીને ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. અને આજે યુનિયન બેન્ક ની સાથોસાથ કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રાજમોતી મિલને સીલ કરી દેવામાં આવ્યું હતું.
10 થી વધુ વખત બેંક સાથે લોન ભરપાઈ કરવાની વાતો કરી છતાં બેંકનું નબળુ વલણ મળ્યું જોવા: સમીર શાહ
ત્યારે મિલમાં વસતા અને રાજમોતી મીલ સાથે જોડાયેલા 150 થી વધુ લોકો રજડી ન પડે અને તેમનું ભરણપોષણ અટકી ન જાય તે માટે મિલના માલિકે કલેક્ટર તંત્રને રજૂઆત કરી હતી કે આ કેસ હજુ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને 4 તારીખે સુનવણી પણ છે પરંતુ આવનારા ત્રણ દિવસ રજા ના હોવાના કારણે સુનાવણી શક્ય બની શકે તેમ નથી જો વધુ ચાર દિવસનો સમય આપવામાં આવે તો આ અંગે કોઈ યોગ્ય નિર્ણય પણ આવી શકે છતાં કલેક્ટર તંત્ર દ્વારા આ ખાડાકાર કરી રાજમોતી મિલને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી તેમ રાજમોતી મીલના પ્રમુખ સમીરભાઈ જણાવ્યું હતું. તો સાથ સમીરભાઈ શાહ એ જણાવ્યું હતું કે બેંકનું નબળું વલણ અને તંત્રની કારણે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સ્પષ્ટતા પણ કરી હતી કે રાજમોતી મીલ બાકીની રકમ ભરવા માટે તૈયાર છે અને કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મુજબ બેન્ક કે સેટલમેન્ટ માટે બેસવું પણ જોઈએ છતાં આ તમામ નિયમોનો ઉલાળીયો બેંક દ્વારા કરવામાં આવ્યો છે અને જડતા ભર્યું વલણ દાખવવામાં આવ્યું છે.
સીટી મામલતદાર રુદ્ર ગઢવીએ પણ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 26 ઓગસ્ટના રોજને કલેક્ટર તંત્ર મારફતે નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ તેનો કોઈ યોગ્ય જવાબ મીલ માલિક દ્વારા આપવામાં આવ્યો ન હતો પરિણામ સ્વરૂપે જિલ્લા કલેક્ટરની સૂચનાથી સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. શીલ દરમ્યાન ખૂબ મોટી સંખ્યામાં કામ કરતા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તંત્રને ભલામણ અને રજૂઆત કરી હતી કે તેઓને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તેઓ રજડી ન પડે.
26 ઓગસ્ટે મળેલી જૂની નોટિસ આધારે કલેક્ટર તંત્રએ મિલને સીલ કર્યું છે જે અયોગ્ય : સમીર શાહ
હાલ રાજમોતી મીલને સીલ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ અંગે મિલના માલિક સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે, એક પણ સપ્તાહમાં નોટિસ આપ્યા વગર સીલની પ્રક્રિયા હાથ ધરાય છે હા એ વાત સાચી કે 26 ઓગસ્ટના રોજ કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ કોઈ અગમ્ય કારણસર તે નોટિસનો જવાબ આપી શકાય ન હતો પરંતુ તે નોટિસને ધ્યાને લઈ અંતે કલેક્ટર તંત્રએ જડ વલણ રાખી મીલને સીલ કરી દીધું છે જે ખરા અર્થમાં અયોગ્ય છે.
બેન્કના અધિકારીઓએ આ મામલે ચૂપકી સાધી
મીલને સીલ કર્યા મુદ્દે યુનિયન બેન્કના અધિકારીઓ સાથે વાતચિત કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ બેન્કના અધિકારીઓ કોઈ પણ જવાબ આપ્યો નહતો અને કલેકટર તંત્રની જવાબદારી ગણાવી હતી.
સેટલમેન્ટ માટે બેન્ક કેમ બેસતી નથી તે સૌથી મોટો પ્રશ્ન
રાજમોતી મીલને સીલ મારી દેવામા આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મીલ માલિક સેટલમેન્ટ માટે બેંક સાથે બેસવા તૈયાર છે અને 10 થી વધુ વખત વિવિધ પ્રપોઝલ પણ આપવામાં આવ્યા છે પરંતુ બેંક આ સેટલમેન્ટ માટે કેમ નથી બેસતી તે સૌથી મોટો પ્રશ્ન છે . ખરી વાસ્તવિકતા અને સાંપ્રત પરિસ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો હાલ વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને આ સમયે જો બેંક મીલ માલિક સાથે બેસી સેટલમેન્ટ કરે તો તેમના બાકી રહેતા નાણાની ચુકવણી શક્ય બને પરંતુ અત્યારે જે રીતે મિલને સીલ કરી દેવામાં આવ્યું તેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની જવાબદારી માત્ર પૂર્ણ કરી છે નહીં કે બેંકનું હિત જોયું છે.