સિંહોના વસવાટને ખલેલ પહોંચાડ્યા વગર આસપાસના વિસ્તારના સ્થાનિકોને સુવિધા મળી રહે તે માટે ઇકો સેન્સિટિવ ઝોનનો વિસ્તાર 17.9 કિમીથી ઘટાડીને 9.5 કિમિ કરાયો , સામે સિંહોનો રહેણાંક એવો ડેસિગ્નેટેડ વિસ્તાર એટલે કે સિંહો માટેનો રહેઠાણ વિસ્તાર 2.78 કિમીથી વધીને 9.50 કિમી કરાયો
ગીર સંરક્ષિત વિસ્તારની આસપાસના ઈકો-સેન્સિટિવ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઇકોસેન્સિટિવ ઝોનમાં ડેસિગ્નેટેડ વિસ્તાર એટલે કે સિંહો માટેનો રહેઠાણ વિસ્તાર 2.78 કિમીથી વધીને 9.50 કિમી કરાયો છે તે 2,061.77 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. 18 સપ્ટેમ્બરના રોજ ગેઝેટ નોટિફિકેશનમાં આની જાહેરાત કરવામાં આવી હતી. 2016 માં સૂચિત કરાયેલ પ્રથમ સૂચિત ઇકો સેન્સિટિવ ઝોનની પહોળાઈ સંરક્ષિત વિસ્તારની પરિમિતિથી 0 થી 17.9 કિમી સુધીની હતી અને તે 3,328.81 ચોરસ કિમીના વિસ્તારને આવરી લે છે.
ઇકો સેન્સિટિવ ઝોન એ સંરક્ષિત વિસ્તારની આસપાસનો બફર ઝોન છે જે ગેરકાયદેસર ખાણકામ અને બાંધકામ જેવી પ્રવૃત્તિઓની નકારાત્મક અસરોને ઘટાડે છે. લગભગ આઠ વર્ષમાં, ગીર અભયારણ્ય માટેના ઇકો સેન્સિટિવ ઝોનમાં 1,267 ચોરસ કિલોમીટરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
2016માં 291 ગામોમાંથી 196 ગામો ઇકો સેન્સિટિવ ઝોનના દાયરામાં આવે છે, એમ ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું. ગયા વર્ષે જુલાઈમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ગીર વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ બફર ઝોન બનાવવા માટે નવો પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપી હતી. ગેઝેટ નોટિફિકેશન, જે સ્થાનિકોને વાંધો ઉઠાવવા માટે 60 દિવસનો સમય આપે છે, તે જણાવે છે કે વન વિભાગ અથવા ઇકો સેન્સિટિવ ઝોનમાં મોનિટરિંગ કમિટીની સંમતિ વિના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વિકાસ પ્રવૃત્તિને મંજૂરી નથી.
આગામી વર્ષે સિંહોની વસ્તી વધીને 800 થઈ જશે
વિસ્તારની દ્રષ્ટિએ, એશિયાટિક સિંહોની શ્રેણી 2001માં લગભગ 12,000 ચોરસ કિલોમીટર હતી, જે વન વિભાગ દ્વારા 2020ની વસ્તી ગણતરી અનુસાર વધીને 30,000 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે. નોંધનીય છે કે એશિયાટિક સિંહોની વસ્તી જે 2005માં 359 હતી તે 2020માં 87% વધીને 674 થઈ ગઈ છે. આગામી સિંહોની વસ્તી ગણતરી મે 2025માં થવાની છે અને એવો અંદાજ છે કે સિંહોની વસ્તી 800ના આંકને વટાવી જશે.
નવા ઇકોસેન્સિટિવ ઝોનમાં 17 નદી કોરિડોર અને સિંહોના ચાર લેન્ડ કોરિડોરનો સમાવેશ
સુધારેલા ઇકોસેન્સિટિવ ઝોન વિસ્તાર 17 નદી કોરિડોરના 163.16 ચોરસ કિલોમીટર અને એશિયાટિક સિંહો માટેના ચાર લેન્ડ કોરિડોરને આવરી લે છે. રેડિયો કોલર્ડ સિંહોની હિલચાલ અને શિકારના અવશેષો મળી આવતા વિસ્તારોના આધારે ઇકો સેન્સિટિવ ઝોનની હદ ગોઠવવામાં આવી હતી.
ઇકો સેન્સિટિવ ઝોનમાં 13 પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ
ઇકો સેન્સિટિવ ઝોનમાં 12 પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં માઈનિંગ, મોબાઈલ ટાવર લગાવવા, પાણી, હવા, માટી અથવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની સ્થાપના, હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સની સ્થાપના, ઈંટોના ભઠ્ઠાઓ અને કોમર્શિયલ હેલિકોપ્ટર સેવાઓનો સમાવેશ થાય છે સંરક્ષિત વિસ્તારની સીમાથી 1 કિમીની અંદર અથવા ઇકો સેન્સિટિવ ઝોનની સીમા સુધી, જે પણ નજીક હોય. જો કે, સ્થાનિક લોકોને તેમની જમીન પર રહેણાંક હેતુઓ માટે બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવશે.