પહેલા કે આજે “ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી” છાત્રોને અઘરા કેમ લાગે છે?

 

પ્રાયમરીનો કાચો પાયો આગળ જતા વિષય નિરસતા લાવે છે: અઘરા વિષયોને  સમજાવવામાં શિક્ષકો વિવિધ ટેકનીકનો ઉપયોગ નથી કરતા: વિષયનો અનુબંધનો પાઠ સમજ વખતે  ઉપયોગ થતો નથી: આ વિષયો પરત્વેની શિક્ષક સજજતામાં કમી જોવા મળે છે

 

અંક ગણિત  રોજીંદા જીવન વપરાશમાં હોવા છતાં બાળકોમાં ગણન  પ્રક્રિયાની   કચાશ  જોવા મળે છે:  શરીર વિજ્ઞાન સાથેની સરળ સમજ વિજ્ઞાન સાથે  જોડીને શિક્ષક  રસમય શિક્ષણ પીરસેતો ધાર્યા પરિણામ મળે: કોર્ષ પુરા કરવાની ઉતાવળમાં નબળા છાત્રો   વધુ નુકશાન થાય છે

 

રસમય  શિક્ષણનો અભાવ સાથે ટીંચીંગ લર્નીંગ મટીરીયલ્સનો નહિવત  ઉપયોગ આ   વિષય પ્રત્યેનો અણગમો પેદા કરે છે: આ ત્રણ વિષયના તાસ શરૂ થાય એ પહેલા જ  છાત્રો નિરસ થઈ જતા જોવા મળે છે: જે છાત્રોના મા-બબાપો  ઘેર વિશેષ કાળજી લે છે તેને સારૂ પરિણામ  મળે છે

 

ભારત દેશ આઝાદ થયા પછી શિક્ષણનો વ્યાપ   વધવા લાગ્યો સરકારી શાળાની વધતી સંખ્યા સાથે અત્યાર સુધીમાં શિક્ષણમાં ઘણા બદલાવ આવ્યા ને 1986ની નવી નીતિબાદ અત્યારે 2020ની નવીનીતિ આવી પણ ગણીત-વિજ્ઞાન અને અંગ્રેજી  વર્ષો પહેલા અને આજે આપણને  અધરા લાગે છે આની પાછળના કારણોમાં આ વિષય પરત્વેનું  નિરસ શિક્ષણ સાથે આ વિષયો       બાબતે શિક્ષકોની ઓછી સજજતા જોવા મળે છે. આજે પણ સરકારી શાળાના શિક્ષકોને અંગ્રેજી આવડતું નથી સરકારે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ કરતા હવે ધો.1 થી 5 અને  ધો.6 થી 8 અલગ થયાને ઉપલા   ધોરણ વિષય નિષ્ણાંત શિક્ષકો આવ્યા ને બી.એડ તાલીમ લીધેલ શિક્ષકો આવ્યા છતા આ વિષય વર્ષો પહેલાની જેમ અધરા છાત્રોને લાગે છે.

એક બહુ સ્પષ્ટ  વાત છે કે  બાળકોનો પ્રાયમરીનો કાચો પાયો આગળ જતા ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષય  પરત્વે         ભયંકર નિરસતા પેદા કરે છે. અધરા વિષયોને  સમજાવવા શિક્ષકો નવી ટેકનીકથી ભણાવતા ન હોવાથી અને વર્ષોથી એક જ થિયરી એ ભણાવતા બાળક સબળો બનતો જ નથી. કોર્ષ પૂરો   કરવાની લાયમાં સૌથી વધુ નુકશાન નબળા છાત્રોને   થાય છે. એક વિષય ભણાવતી વખતે બિજા વિષયનો  અનુબંધ આજે કોઈ શિક્ષક  જાહેડતો ન હોવાથી  કચાશ ચાલુ રહે છે. જેમકે દાખલા ગણાવતી વખતે વરસાદ આવે તો ઋતુની વાત સાથે  તળાવોનું બાષ્પીભવન, વાદળા, વાતાવરણમાં ભેજ જેવી વિજ્ઞાનની થોડી વાત કરવી જ પડે છે. અને તોજ બાળકને  તે ચિરંજીવી યાદ રહે છે. સૌથી અગત્યની  બાબતમાં આ વિષયો પરત્વેની શિક્ષકોની  સજજતા,  જ્ઞાન ઓછુ જેવી ઘણી બધી  બાબતોની ઉણપ જોવા મળતા તે વધુને વધુ અધરા લાગે છે.

બાળક આ વિષય પરત્વે બરોબર સમજ ન મળતા  પોતે જ  નકકી કરી લે છે કે મને આ નહી આવડે. અંકગણીત તો આપણાં રોજીંદા જીવનનો એક ભાગ  હોવા છતાં બાળકો ગણન પ્રક્રિયામાં  નબળા જોવા મળે છે. વાંચન-ગણન અને લેખન શિક્ષણના આ ત્રણ મહત્વના પાર્ટ છે. જો બાળક આજ પાયાના શિક્ષણમાં કાચો રહે તો  તેને આગલા ધોરણમાં સતત અધરૂ આવતા મુશ્કેલી વધતા  શાળા છોડી દે છે. આજે પણ અને વર્ષો પહેલા પણ બોર્ડની  પરીક્ષામાં ગણિત-વિજ્ઞાન અને  અંગ્રેજી જેવા  માં છાત્રો  નાપાસ સૌથી વધુ થતા  જોવા મળે છે.

ગુજરાતી માધ્યમ હોય કે અંગ્રેજી  માધ્યમ  આ ત્રણ વિષયોની  મુશ્કેલી તો રહે છે. શાળાએ પુરી સમજ નબળા ટયુશન વર્ગોનો ઉદય થયો ને ખાનગી શિક્ષણની મહત્તા વધવા લાગ્યા છતાં આજે 21મી સદીમા આ વિષયો અધરા છે. જેને માટે  શિક્ષકોને પ્રથમ નબળી કડી ગણ્યા બાદ છોકરાઓને આ વિષય નિરસ લાગતા આવા  વિષયો હવે  ગોખણપટ્ટી સ્વરૂપે ભણાવીને  પાસીંગ માર્ક પાસ કરી લેવાય છે.  સાયન્સના વિદ્યાર્થીઓ પોતે  સ્કોલર હોવાથી  ધણીવાર  માસ્તરોની પણ ભૂલ કાઢતા જોવા મળે છે.

છેલ્લા 50 વર્ષનાં મારા શિક્ષણજગત સાથેના  અનુભવે  જાણવા મળ્યું કે  શિક્ષકોનું  ટીચીંગ  લર્નીંગ મટીરીયલ્સનો ઓછો ઉપયોગ સાથે વર્ષોથી ચાલી આવતી નિરસ શિક્ષણ પધ્ધતી મુખ્ય કારણ છે. પહેલા અને આજે પણ  આ ત્રણ  વિષયોનો  તાસ શરૂ થાય એ પહેલા જ છાત્રોમાં અણગમો અને નિરસતા જોવા મળે છે. આના શિક્ષકો પરત્વે પણ તેમને અરૂચી જોવા મળે છે. આ ત્રણ વિષય અધરા લાગવને  કારણે કેટલાય છાત્રો શાળા છોડી દે છે અને કેટલાક તો નાપાસ થવાની બીકે આપઘાત પણ કરી લીધા હોય તેવું જોવા મળે છે. નબળા ને  સબળો  બનાવવો તે શિક્ષકનું  કામ છે પછી તેને  દિવસ-રાત  મહેનત  કરવી પડે કે સરળ સમજ માટે વિવિધ ટેકનીકનો  ઉપયોગ એ કરવું જ પડશે, અને હા જો પોતાની  નબળાઈ આ વિષયની હોય તો  પોતે પણ સજજતા પ્રાપ્ત  કરવી જ પડશે.

વર્ગીકરણ, સરખામણી, આકારોની ઓળખ, ઉપર નીચે, નાનુ મોટુ,  વધાર ઓછુ, પહેલા-પછી આ બધી ગણિતની સંકલ્પનાઓ છે, જે સાદી અસે સરળ સંકલ્પનાઓ બાળકો  સહેલાયથી શીખી શકે છે. અંક ગણિત, અંકલેખન, સરવાળા, બાદબાકીનાં  દાખલા કરવામાં બાળકને સરળતા પડે છે. જો  આમા ખામી રહેશે તો ઘડિયા કે દાખલા શીખવતી વખતે ઉણપ દેખાશેૅ શિક્ષકે આવી ઝીણીઝીણી વાતો ધ્યાને  લઈને સબળા છાત્રા નબળાના જુથ બનાવીને  પ્રવૃત્તિમય શિક્ષણ સાથે શિખવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.

બુનિયાદી શિક્ષણ પધ્ધતિ દ્વારા બાળકનો વાંચન ગણન અને લેખનનો પાયો પાકો કરવાની જરૂર છે. શિક્ષકે સતત રૂઢીકરણ કરીને સતત મહાવરો આપીને તેના રસ-રૂચિ-વલણોને ધ્યાને   લઈને અધ્યયન કરાવવું જરૂરી છે. ગણતરી માટે  મૂર્ત અને અપૂર્ત વસ્તુનો ઉપયોગ  કરી ઝડપથી યાદ રહી જાય તેવી રીતે શીખવવું જરૂરી છે. ગણીતમાં કયારેય  ગોખણપટ્ટી કે યંત્રવત જુની ધરેડથી  ભણાવી ન શકાય. દાખલાની ચોખ્ખી રીત વારંવાર  સમજવાથી તેને   લાંબો સમય ભણાતુ નથી. ધો.1 થી જ બાળકોને પાયાની સંકલ્પના  સિધ્ધ કરાવવી સૌથી આવશ્યક છે.

પાયાના  શિક્ષણ માટે બાળકોની બુથ પધ્ધતિ સાથે યુસેઈપમાં બેસાડવાથી બાળકોને વ્યકિત શિક્ષણ આપવાની સુગમતા રહે છે. ગણીતનો પાયો પાકો જ તેને બાકીના વિષયોની સમજ સરળ બનાવે છે. ગુજરાતીની સંપૂર્ણ  સમજ અને  તેના વાંચન-ગણન-લેખન કૌશલ્યો વિકસ્યાબાદ  અંગ્રેજી તેને ઝડપથી  આવડી જાય છે. ત્રિભાષામાં પ્રથમ ગુજરાતી, હિન્દતી અને અંગ્રેજીનો  ક્રફમ આવે છે. ત્રણેય વિષયોના બાળ ગીતો સમુહમાં ગાવાથી એકમને સરળ બનાવે છે. ઓડિયો-વિડિયો ને દ્રશ્ય સાવ્ય સાધનોના ઉપયોગથી બાળકોને  ઝડપથી શિખવાની તક સાથે લાંબુ યાદ રહે છે.

અધરા  વિષયોને  સહેલાયથી સમજ કૌશલ્યો પહેલા  શિક્ષક હસ્તગત  કરે તો જ તે બાળકોને  સરળતાથી શીખવી છે. વર્ષોથી  ચાલી આવતી  આપણી ભણાવવાની  પધ્ધતિમાં શિક્ષણની વિવિધ પધ્ધતીનો ઉપયોગ અને વિવિધ ટેકનીક, શૈક્ષણીક રમકડા થકી કઠિન મુદા ને સરળ બનાવી શકાય છે. શિક્ષકોની મીટીંગમાં પણ ભણાવવામા લાગતા કઠિન  મુદાને સરળ કેમ બનાવવા તેની સમુહ ચર્ચા, પ્રેઝન્ટેશન થવું જોઈએ. સર્વાંગી વિકાસમાં ગોખણ પટ્ટીને સ્થાન ન હોય શકે. દરેક બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દર વીકે થવું જરૂરી છે.

 

અઘરા વિષયોમાં શિક્ષકોની સજજતા કેળવાય તો જ તે સરળ સમજ છાત્રોને આપી શકે?

 

ગણિત આપણા રોજીંદા  વ્યવહારમાં હોવા છતાં  છાત્રો આજે તેમા નબળા જોવા મળે છે. અધણા વિેયોમાં શિક્ષકોની વિષય સજજતા  કેળવાય તો જ તે સરળ સમજ છાત્રોને  આપી શકે છે.  એકમનું ખાલી જ્ઞાન   છાત્રોનો  ઓવરઓલ વિકાસ રૂંધે છે તેથી નવા  નવા શબ્દોનું લેખન-કથન-શ્રવણ થવું જરૂરી છે. આજે બોર્ડમાં પણ  ગણિત-વિજ્ઞાન-અંગ્રેજીમાં સૌથી વધુ છાત્રો નાપાસ થતા જોવા મળે છે.  ગુજરાતી કે  અંગ્રેજી માધ્યમ આ ત્રણ વિષયોમાંતો મુશ્કેલી પડે છે.

 

ગણિત  સતત પ્રેકટીસનો વિષય !

 

ગણિતના દાખલાના  સતત મહાવરા સાથે સતત ગણન  પ્રક્રિયા સાથે  સ્વ. અધ્યયનમાં થોડી તકેદારી   છાત્રને   સબળો બનાવે છે. ગણિત સતત  પ્રેકટીસનો વિષય છે.  શરીર વિજ્ઞાનની સમજ કેળવાશે  તો જ તે વિજ્ઞાનને સમજી શકશે. આપણી દિનચર્યા, ઋતુઓ, આકાશ, દિવસ-રાત જેવી ઘણી વાતો   વિશિષ્ટ  જ્ઞાન આપે છે. અંગ્રેજી  સપોર્ટીંગ લેંગ્વેજ હોય છે. જે ગુજરાતી  આવડયા બાદ જ તમને શ્રેષ્ઠ  રીતે આવડે છે.અને સમજાય પણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.