લગ્નને 16 સંસ્કારમાનો એક સંસ્કાર ગણવામાં આવે છે. ભારતના કાયદા પ્રમાણે કોઈ પણ પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન સબંધ બાંધી શકે છે જો તેને કોઈ બીજી સ્ત્રી સાથે પરણવું હોય તો તલાક લઈને જ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ રાજસ્થાનમાં એક એવી ઘટના બની કે જેમાં પત્ની અને 2 છોકરા હોવા છતાં બીજા લગ્ન કર્યા. પત્નીને જાણ થતાં ઘરે આવીને મચાવ્યો હોબાળો.
આ ઘટના રાજસ્થાનના ધોલપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કિરી વિસ્તારની છે જ્યાં સોમવારે સાંજે એક પરિણીત મહિલાએ તેના પતિના બીજા લગ્નને લઇને હંગામો મચાવ્યો હતો. પરિણીત મહિલા તેના પરિવારના સભ્યો સાથે પતિના ઘરે પહોંચી ત્યારે તેના સાસરિયાવાળાએ તેના સાથે મારપીટ કરી અને તેના પિતાને રૂમમાં બંધ કરી દીધા હતા. પોતાના સાસરિયામા મહિલાનો હોબાળો મચાવતા જોઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ આ મામલાની જાણ સ્થાનિક કરી દીધી હતી, પરંતુ પોલીસના આવ્યા પહેલા જ પતિ ઘરમાંથી છટકી ગયો હતો. પોલીસે મહિલાને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના દત્તપુરામાં રહેતી અનુરાધા મૌર્યના લગ્ન વર્ષ 2010માં ધોલપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કિરી મહોલ્લામાં રહેતા વિરેન્દ્રસિંહ સાથે થયા હતા.અનુરાધાના પતિ વીરેન્દ્રસિંહ સરકારી શિક્ષક છે. અનુરાધા અને વિરેન્દ્રસિંહને બે સંતાનો છે, 9 વર્ષનો પુત્ર અને 6 વર્ષની એક પુત્રી. જાન્યુઆરી, 2016 થી અનુરાધા તેના બંને બાળકો સાથે તેના પિહર મુરેનામાં રહે છે, કારણ કે અનુરાધાના પતિ વિરેન્દ્રને પૂજા ઉર્ફે સંગીતા સાથે અફેર ચાલતો હતો અને લગભગ ત્રણ મહિના પહેલા કોરોના સમયગાળામાં વીરેન્દ્રએ પૂજા ઉર્ફે સંગીતા સાથે લગ્ન કર્યા હતા.જ્યારે અનુરાધાને લગ્નની ખબર પડી ત્યારે સોમવારે અનુરાધા તેના પરિવારના સભ્યો સાથે તેના સાસરાના ઘરે પહોંચી હતી અને હંગામો મચાવી દીધો હતો.
પોલીસે જણાવ્યું કે અનુરાધા અને વિરેન્દ્ર બંને પતિ-પત્ની છે. બંનેના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. બંને વચ્ચે ઝઘડો થયો હતો. હાલમાં અનુરાધાએ દહેજ અને મેન્ટેનંન્સનો કેસ દાખલ કર્યો છે અને કોર્ટમાં કાર્યવાહી પણ ચાલી રહી છે.