ડો. તેજસ કરંગિયા, ડો.સમ્રાટ બુઘ્ધ, ડો. હેતલ વડેરા, ડો.ચિરાગ માત્રાવડીયા
અને ડો. નિલેશ પઆડોદરા સહિતના તબીબોની સુપર સ્પેશિયાલીસ્ટ ટીમનો કમાલ
આજના દિવસોમાં અકસ્માત કોઇન પણ સાથે પળવારમાં ઘટી શકે છે એ એક સત્ય હકીકત છે. એવી જ એક ઘટના પુંજાભાઇ દેસાભાઇ સોલંકી (ઉ.વ.૫૭) લાછડી ગામ તા. માળીયા હાટીનાના રહેવાસી સાથે બની હતી. તેઓ વહેલી સવારે ૯ વાગ્યે બાઇક પર સાસણ-ગીરના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અચાનક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને ઇજા થતાં જુનગઢની ખાનગી હોસ્પીટલમાં પ્રાથમીક તપાસ માટે તત્કાલ લઇ જવા માટે આવ્યા. ત્યાં માલુમ પડયું કે દર્દીના જમણા સાથળના હાકડા તથા લોહીની નસમાં ગંભીર ઇજા થઇ હતી. ગંભીર અને જોખમી ઓપરેશનની તાત્કાલીક જરુર હતી. અંતે પરિવારજનોએ સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવાનું નકકી કર્યુ . પુંજાભાઇ સોલંકીને (દર્દી) તે જ દિવસે સાંજે ૬ વાગ્યે સ્ટલીંગ હોસ્૫િટલ રાજકોટ ખાતે દાખલ કરવામાં આવ્યા.
ત્યાં સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત વાસ્કયુલર અને એન્ડોવાસ્કયુલર સર્જન ડો. તેજસ કરંગીયા અને અનુભવી ઓથોપેડીક સર્જન ડો. સમ્રાટ બુઘ્ધની સારવાર હેઠળ જીણવટપૂર્વક તપાસ અને રિપોર્ટ પરથી માલુમ પડયું કે દર્દીને પગમાં ગંભીર ઇજાને લીધે સાથળના નીચે ભાગમાં લોહી પહોચતું બંધ થઇ ગયું હતું અને સાથળના હાકડામાં બે ફ્રેકચર થયા હતા. પગની લોહીની નસો અને સાથળના હાડકામાં ગંભીર રીતે ઇજા થવાથી દર્દીના પગને બચાવવા માટે ડો. તેજસ કરંગીયા અને ડો. સમ્રાટ બુઘ્ધ દ્વારા સાંજે ૭ વાગ્યે ઓપરેશન તત્કાલ શરુ કરવામાં આવ્યું હતું કેમ કે, સામાન્ય રીતે પગના સ્નાયુઓ લોહી વગર ૪ થી ૬ કલાક જ જીવી શકે, નહીંતર દર્દીના પગને કાપવાની નોબત પણ આવી શકે છે. આ ઓપરેશન દરમ્યાન દર્દીના સાથળના હાડકાના ફેકચરને સળીયા અને સ્ક્રુ વડે ફીકસ કર્યા બાદ છૂંદાઇ ગયેલી સાથળની લોહીની નસને (ધમની) દર્દીના પોતાના પગની શીરા દ્વારા રીપેર કરવામાં આવી હતી.
અંતે ઓપરેશન રાત્રે ર વાગ્યે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. ઓપરેશન પૂર્ણ થયાની થોડી ક મીનીટોમાં કમનસીબે રાત્રે ૨.૧૫ વાગ્યે આસપાસ દર્દીને કાર્ડિયાક એરેસ્ટ (હાર્ટ એટેક) આવ્યો અને તેમની તબીયત અતિ ગંભીર થવા લાગી. દર્દીની પરિસ્થિતિ ને પહોચીવળવા સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત એનેસ્થેટિસ્ટ ડો. હેતલ વડેરા, ડો. તેજસ કરંગીયા (વાસ્કયુલર એન્ડ એન્ડોવાસ્કયુલર સર્જન) સ્ટલીંગ હોસ્પિટલના નસીંગ સ્ટાફ અને ડોકટરો દ્વારા ૪૫ મીનીટ વારાયરતી સી.પી.આર. (હાથ દ્વારા પુન:જીવન) અને ઇલેકટ્રીક શોક આપવામાં આવ્યું કેમ કે સી.પી.આર. એ એક મહેનતી કાર્ય હોવાના કારણે સી.પી.આર. આપવાવાળો થાકી જતો હોવાથી આ કાર્યમાં તરત જ બીજા તાલીમબઘ્ધ વ્યકિતને જોડાવું પડે છે. સામાન્ય રીતે ર૦ મીનીટ કાડિયાક એરેસ્ટ પછી દર્દીના મગજને નુકશાન થઇ શકે છે અને દર્દી કોમામાં જાય તેવી શકયતા પણ રહે છે.
પરંતુ યોગ્ય સી.પી.આર.ના કારણે આ દર્દીને કોઇપણ નુકશાન થયેલ નથી. આમ સ્ટલીંગ હોસ્પિટલની ટીમની આકરી મહેનત બાદ દર્દીના હ્રદયને ફરી સામાન્ય રીતે કાર્યરત કરવામાં આવ્યું. અને દર્દીની પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે દર્દીને આઇ.સી.યુ.માં ડો. ચિરાગ માત્રાવડીયા (ક્રિટીકલ કેર એકસપર્ટ) ની સારવાર હેઠળ રાખવામાં આવ્યા. અને દર્દીને બીજા જ દિવસે સવારે પગની સ્નાયુઓમાં લોહી મળવાના કારણે સોજો આવી ગયો હતો. જેથી પગ બચાવવા માટે ફેસીયોટોમી નું ઓપરેશન ડો. તેજસ કરંગીયા અને ડો. નીલેશ પાડોદરા દ્વારા કરવામાં આવ્યું. આ ઓપરેશન બાદ ફેસીયોટોમી કર્યા ના ખુલ્લા ઘા પર બીજા પગથી ચામડી લઇ તે જગ્યા પર પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી અને ત્યારબાદ દર્દીની ગંભીર પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારા લાવ્યા બાદ થોડાક દિવસોમાં હોસ્પિટલમાંથી દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
સી.પી.આર.ની સરળ પઘ્ધતિથી વ્યકિતનો જીવન બચી જાય
સી.પી.આર (હાથ દ્વારા પુન: જીવન) એ એક સરળ અને મહેનતી કાર્ય છે જેમાં કાડિયાક એરેસ્ટ (હાર્ટએટેક) પામેલ દર્દીની છાતી દબાવવી એ સૌથી તાકીદની અને સૌ કોઇ કરી શકે તેવી સારવાર છે. આપણી હથેળીને કાર્ડિયાડ એરેસ્ટ (હાર્ટએકેટા પામેલા વ્યકિતની છાતી વચ્ચેના હાડકા પર નીચેના ભાગે રાખી ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ અઢી ઇંચ જેટલી છાતી દબાવતી રહેવી જોઇએ. એક મીનીટમાં ઓછામાં ઓછી ૧૦૦ વાર આ રીતે છાતી દબાવતી રહેવી જોઇએ. વચ્ચે અટકયા વિના વ્યકિતનો શ્ર્વાસ ચાલુ ન થાય ત્યાં સુધી સતત છાતી દબાવ્યા કરવી જોઇએ.
છાતે એક વાર દબાવ્યા પછી પુરેપુરી ઉપર આવવા દેવીએ પણ કાળજી રાખવાની હોય છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રાખવી જયાં સુધી કોઇ બીજી વ્યકિત મદદે ન આવે. આ પ્રકારે હાથવગી સારવારથી કોઇપણ તાલીમબઘ્ધ વ્યકિત કાડિયાક એરેસ્ટ (હાર્ટ એટેક) પામેલ વ્યકિતનો જીવ બચાવવામાં મદદરુપ થઇ શકે છે આ સી.પી.આર. (હાથ દ્વારા પુન:જીવન) અંગે રાજકોટ સીટી ઇન્ડિયન સોસાયટીઓય એનેસ્થેશિયોલોજીસ્ટ દ્વારા ડો. હેતલ વડેરા અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંૅગ નું પણ અલગ અલગ હોસ્પિટલો સંસ્થાઓ, શાળાઓ તેમજ પબ્લિક પ્લેસ પર આયોજન કરવામાં આવે છે.