‘હુકમનું પાનું’ ચલાવી ટ્રંપે વિદેશ સચિવ માર્ક એસ્પેરને હોદ્દા પરથી કર્યા દૂર

ડોનાલ્ડ ટ્રંપે બિડેનની ટ્રાંન્જિશન ટીમને સતા હસ્તાંતરણની ‘ચાવી’ સોંપવાથી કર્યો ઇન્કાર

મહાસતા દેશ અમેરિકાની ચૂંટણીમાં છરબડાંના આરોપ વચ્ચે જો બિડેનની જીત અનેકો પ્રશ્ર્નો ઉભા કરે છે. ડોનાલ્ડ ટ્રંપે ચુંટણીમાં મતચોરી થયા હોવાનો સ્પષ્ટ આક્ષેપ મૂકયો છે. ચોરાયેલી ‘ચૂંટણી’ થઇ હોવાનો ટ્રંપે દાવો કર્યો છે. આ આક્ષેપોની સાથે ન્યાયિક લડાઇ લડવાનો પણ ટ્રંપે હુંકાર કર્યો છે. જો આ દાવા સાચા સાબિત ઠરે તો સમગ્ર દૃશ્ય બદલાઇ જાય તો તેમાં નવાઇ નહિ. આ જંગ વચ્ચે બિડેનની જીત છતા ‘ટં્રપકાર્ડ’ આજે પણ યથાવત રહ્યું છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના વિદેશ સચીન માર્ક એસ્પેરને હોદાપરથી હાંકી કાઢયાં છે અને તેની જગ્યાએ નેશનલ કાઉન્ટર ટેરીરીઝમ સેન્ટરના પ્રમુખ ફિસ્ટોફર મીલરને જવાબદારી સોંપી છે. બિડેનની રાષ્ટ્રપ્રમુખ તરીકે જીત છતાં ડોનાલ્ડ ટ્રંપે ‘હુકમનું પાન્નું’ ચલાવ્યું છે. તો આ સાથે બિડેનની ટ્રાંન્જિસન ટીમને ‘સતાની ચાવી’ સોંપવાથી પણ ઇનકાર કરી વ્હાઇટ હાઉસ ન છોડવાનો નિર્ણય સંભળાવ્યો છે.

ટ્રંપના ૪૦% સમર્થકો આજે પણ ટં્રપે પણ હાર સ્વિકારવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રંપે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે, કાયદાકીય રીતે મત ગણતરી થાય તો તેમનો વિજય નિશ્ર્ચિત છે. બિડેન મતચોરીથી જીત્યા છે જેથી આ મતગણતરી યોગ્ય નથી.

આ જંગ વચ્ચે ગઇકાલે ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, અમેરિકાના વિદેશ સચીવ માર્ક એસ્પેરને તેમણે પદ પરથી હટાવ્યા છે. અને તેમના સ્થાને ફિસ્ટોફટ મીલરની નિમણૂંક કરાઇ છે. ટ્રંપે ટ્વીટમાં કહ્યું કે, મને વિશ્ર્વાસ છે ફિસ્ટોફર સારી રીતે તેમની જવાબદારી નિભાવશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અમેરિકામાં શરૂ થયેલાં તોફાનના પગલે અસ્થિરતા ઉભી થઇ હતી. જેમાં મિલિટરીનો ઉપયોગ કરવા ટ્રંપે આદેશો કર્યા હતા જેનો અનાદર થતા ટ્રંપે આદેશો કર્યા હતા જેનો અનાદર થતા ટ્રંપ અને એસ્પેર વચ્ચે અડબણ ઉભી થઇ હતી. મનાઇ રહ્યું છે કે આ જ કારણસર ટ્રંપે એસ્પેરને વિદેશ સચિવના પદેથી હટાવ્યા છે.

એક તરફ ચૂંટણીમાં ગરબડીના આક્ષેપ સાથે ડોનાલ્ડ ટ્રંપ ચૂંટણી પરિણામો સ્વિકારવામાં તૈયાર નથી તો બીજી બાજુ જો બિડેનએ મહાસતા ‘મહારથી’ બનવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પરતું જો ન્યાપિક લડતની સાથે ડોનાલ્ડ ટ્રંપ આક્ષેપો યથાર્થ ઠરી બતાવે તો ચોકકસ પણે તમામ પાંસા ઊલટા પડી શકે છે. આજ વિશ્ર્વાસ સાથે ટ્રંપે બિડેનને સતા હસ્તાંતરણ કરવાથી ઇનકાર કરી દીધો છે. જો બિડેનની ટ્રાંન્જિશન ટીમને વ્હાઇટ હાઉસના દરવાજા ખટખટાવા પરથી રોક લગાવી દીધી છે.

અમેરિકાના સંવિધાનીય નિતિ-નિયમો મુજબ, ચુંટણીમાં અગર સરકાર બદલે તો જીત હાંસલ કરનારી ટીમ ‘ટ્રાંન્જિશન ટીમ’ તરીકે ઓળખાય છે અને આ જ ટીમ તાત્કાલિન રાષ્ટ્રપતિ સાથે રહી મહત્વની નીતીઓ પર કાર કરે છે અને ત્યારબદા જીત હાંસલ કરનાર નવા રાષ્ટ્રપીત સાથે રહી કાયદાકીય, ન્યાયિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શપથ ગ્રહણ કર્યા સુધીના વચગાળાના સમય દરમિયાન આ ટીમને સરકારની દરેક બિલ્ડીંગ, દરેક ઓફિસમાં બેસવાની છુટ અગાઉથી જ અપાપ છે. પરંતુ આ છુટ આપવાની અને વ્હાઇટ હાઉસમાં પ્રવેશથી ડોનાલ્ડ ટ્રંપે ઇનકાર કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ જનરલ સર્વિસિઝ એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ એમિલી મર્ફીએ ટ્રાન્જિશન પત્ર પર હસ્ત્તાંક્ષર કરવાની ના પાડી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.