આસારામ પર દુષ્કર્મનો આક્ષેપ કરનાર યુવતીના પિતાએ નોંધાવ્યો કેસ: પોતાના પરિવારને ખત્મ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો મુકયો આરોપ
આસારામ બાપુ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતીના પિતાએ આસારામ અને તેની પુત્રી સહિત અન્ય બાર લોકો પર કેસ દાખલ કર્યો છે. જેમાં દુષ્કર્મનો આરોપ મુકનાર યુવતીના પિતાએ જણાવ્યું છે કે આસારામ બાપુના સમર્થકોએ પીડીત પરીવારની છબી ખરાબ કરવા પત્રિકા અને પર્ચીઓ વહેંચી હતી. જે મામલે આસારામ પર રાયોટીંગનો ગુનો દાખલ થયો છે. શાહજહાનપુરના એસપી દિનેશ ત્રિપાઠીએ આ બાબતે જણાવ્યું હતું કે, ૨૨ ડિસેમ્બરે શહેરભરમાં ન્યુઝ પેપર્સની સાથે એક પત્રિકાની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં એવો દાવો કરાયો હતો કે આસારામ પર દુષ્કર્મના તમામ આરોપો ખોટા છે અને આસારામ વિરુઘ્ધ ખોટી રણનીતિ કરાઈ રહી છે.
પીડિતાના પિતાએ કહ્યું કે, આસારામ જેલમાં બંધ છે તેમ છતાં તે તેના સમર્થકો દ્વારા મારા પરીવારને ખતમ કરવા માંગે છે અને અખબારોની સાથે જે પત્રિકાઓ વહેંચાઈ હતી અને તેમાં જે દાવાઓ કરાયા હતા તે સંપૂર્ણપણે ખોટા છે. આસારામના સમર્થકોની આ ગતિવિધિથી ડર પેસ્યાનું પણ પિડીતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું. આસારામ તેની પુત્રી ભગવાન ભારતી, અર્જુન, રાધવ, અજય, હરેન્દ્ર, કે.સી.શ્રીવાસ્તવ, દેવપાલ, સત્યવીર, આશીષ, પિન્ટુ અને ઘનશ્યામ સહિત બાર લોકો વિરુઘ્ધ કેસ નોંધાયો છે. કેસમાં જણાવાયું છે કે શાહજહાનપુર સ્થિત ‚દ્રપુરમાં કથાવાચક આસારામનું આશ્રમ છે. જયાંથી આસારામના સમર્થકો ગુંડાગીરી ગતિવિધિઓનું સંચાલન કરે છે. જેથી આશ્રમને તત્કાલીન બંધ કરવું જોઈએ તેવી માંગ ઉચ્ચારી છે.