એકલા સિરામીક ઉદ્યોગમાં રૂ.૧,૧૪૫ કરોડનું રિફન્ડ બાકી
જીએસટીની અમલવારી બાદ ઉત્પાદકો, વેપારીઓ અને નિકાસકારોને આઈજીએસટી રિર્ટન મળવાનું હતુ પણ એક વર્ષ થયા છતા ૫૦૦૦ કરોડના રિફન્ડ હજુ સુધી મળ્યા નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગે એસ્ટીમેટ કર્યું હતુ કે, કેમીકલ સિરામીક ટેકસટાઈલ, ઉત્પાદકો અને નિકાસકારોનું તેમણે મોકલેલા માલનું આઈજીએસટી કેપીટલ મળ્યું જ નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસીડન્ટ શૈલેષ પતવારીએ જણાવ્યું કે ૪૦૦૦ કરોડ અને ૫૦૦૦ કરોડ સુધીના રિફન્ડ હજુ પણ પેન્ડીંગ હોવાથી ઉદ્યોગક્ષેત્રે નુકશાન થઈ રહ્યું છે. જો ફકત સિરામીક ઉદ્યોગની વાત કરીએ તો હજુ રૂ.૧.૧૪૫ કરોડનું રીફંડ આ ક્ષેત્રે પેન્ડીંગ છે કારણ કે ૩૬ હજાર શિપીંગ બીલ મુંદ્રા પોર્ટમાંથી પાસ ન થયા હોવાને કારણે આઈજીએસટી રીફંડનો આંકડો વધ્યો છે. ત્યારે વ્યકિતગત ઉત્પાદકો અને નિકાસકારોને ૭ લાખથી ૭ કરોડ સુધીના પેન્ડીંગ રિટર્ન પડયા છે. મોરબી સિરામીક એસોસીએશનના પ્રેસીડન્ટ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતુ કે રિફન્ડ ન મળવાનું કારણ ડેટા માઈગ્રેશન છે જે કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં નથી થયા.
ત્યારે સરકારે જાહેર કર્યું હતુ કે રિફંડની પ્રક્રિયા જીએસટી ભર્યાના એક અઠવાડીયા સુધીમાં જ મળી રહેશે પણ ૧૧ મહિના થયા છતા સિરામીક, ટેકસટાઈલ, અને ઉદ્યોગકારોને તેનું રિફંડ મળ્યું નથી. ઉદ્યોગકારો તેમજ વેપારીઓ આઈજીએસટીનું પેમેન્ટ દર મહિને કરે છે. પણ હજુ રિફંડ ક્રેડીટ થયું નથી તેથી વેપાર ચલાવવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.