મુંબઇ ઝોનના કલેકશનમાં ૧૩૮%નો જંગી વધારો: ચેન્નઇનું કલેકશન ઘટ્યું
નબળા ચોમાસાના કારણે દેશનું ર્અતંત્ર અસરગ્રસ્ત બન્યું હતું. અલબત આવકવેરા વિભાગ દ્વારા કલેકશન કરવામાં પાછીપાની ઇ ની. ૧૫ જુન સુધીમાં આવકવેરા વિભાગે ૨૬.૨%નો એટલે કે ‚રૂ.૧,૦૧,૦૨૪ કરોડનો ઉછાળો નોંધાવ્યો છે. ગયા વર્ષે આ ઉછાળો ‚રૂ.૮૦,૦૭૫ કરોડનો હતો. મેટ્રોની ગણતરી કરીએ તો મુંબઇ રેવન્યુ કલેકશનમાં ટોચના સને રહ્યું છે. ગત વર્ષે મુંબઇમાં ‚રૂ.૯,૬૧૪ કરોડનું કલેકશન યું હતું. આ વર્ષે આવકવેરા વિભાગે ગત વર્ષના કલેકશની ૧૩૮% વધુ એટલે કે ‚રૂ.રર,૮૮૪ કરોડનું જંગી કલેકશન કર્યુ છે. માત્ર મુંબઇ ઝોને જ દેશના ત્રીજા ભાગનું ટેક્સ કલેકશન પુરૂ પાડ્યું છે.
દિલ્હી ઝોનની વાત કરીએ તો દિલ્હીનું ગત વર્ષે કલેકશન ‚રૂ.૮,૩૩૪ કરોડ હતું જે આ વર્ષે ૩૮% વધીને ‚રૂ.૧૧,પ૮ર કરોડે પહોંચી ગયું છે. દિલ્હી કલેકશન આપવામાં દ્વિતીય સને રહ્યું છે. ત્યારબાદ કલકત્તા ૭%ના ઉછાળા સો ત્રીજા નંબરે છે. બેંગલોરનું કલેકશન પણ કલકત્તા (૭%)ની નજીક રહ્યું છે. આશ્ર્ચર્યજનક રીતે ચેન્નઇ ઝોનનું કલેકશન ગત વર્ષની સરખામણીએ ઓછુ નોંધાયું છે. પૂણેનું રેવન્યુ કલેકશન ૧૯% વઘ્યું છે.