ઋતુરાજ અને જૈસવાલ બાદ રીંકુ સિંહે તોફાની બેટિંગ કરી ટીમને મજુબત સ્કોર આપ્યો હતો.
ભારતે બીજી ટી20 મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી20 સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એન્ડ્રુ બાલ્બિર્નીની શાનદાર ફિફ્ટી સાથે આયર્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 152 રન જ બનાવી શકી હતી. ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. આયર્લેન્ડ એ પણ જોરદાર લડત આપી હતી પરંતુ ભારતની ઈનિંગમાં જો છેલ્લી બે ઓવર માં જે રન નોંધાયા હોત તો આયર્લેન્ડ ખૂબ સરળતાથી આ મેચ જીતી ગયું હોત જેમાં ભારત તરફથી રીન્કુ તોફાની બેટિંગ કરી ભારતને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી છે.
186 રોનોના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી આયર્લેન્ડની શરુઆત જ સારી નહોતી. ટીમે 19 ના સ્કોર પર બે વિકેટ ગુમાવવી પડી હતી. કેપ્ટન પોલ સ્ટલિંગ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયનમાંથી પરત ફર્યો હતો. આજ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ લાર્કન ટકરને પણ આઉટ કર્યો હતો. હેરી ટેક્ટર 7 બોલમાં 7 રન બનાવી આઉટ થઈ ગયો હતો. રવિ બિશ્નોઈએ તેણે ક્લીન બોલ્ડ કર્યો હતો. તેના પછી કેંપર અને એડ્યુ બાલબર્ની વચ્ચે ભાગીદારી થઈ. પરંતુ કેંપર 17 બોલમાં 18 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ડોકરેલ 13 ના સ્કોર પર રન આઉટ થયો હતો. એંડ્યુ બાલબર્ની અડધી સદી ફટકારી પેવેલિયનમાં પરત ફર્યો હતો. તેણે 51 બોલમાં 72 રન કર્યા હતા.