રાજકોટમાં સોમવારે વિજળીના બિહામણા કડાકા-ભડાકા સાથે અચાનક વરસાદ તૂટી પડતા ગણેશ મહોત્સવના આયોજકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. શહેરમાં અનરાધાર અઢી ઈંચ જેટલો વરસાદ વરસી જતા ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ ફીફટી ફટકારી છે. એટલે કે ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં કુલ ૫૦ ઈંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે. વાદળ છાંયા વાતાવરણ વચ્ચે સવારથી વરસાદ વરસવાનું ચાલુ છે.ગઈકાલ સવારથી વાદળ છાંયા વાતાવરણ વચ્ચે રાત્રે વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જોરદાર વરસાદના કારણે શહેરમાં સર્વત્ર થઈ ગયું હતું. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય ભારે વરસાદના કારણે ગણેશ મહોત્સવના આયોજકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અનેક સ્થળોએ ગણેશ પંડાલમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટમાં હોય અને તેઓ અલગ અલગ ૧૨ સ્થળે ગણેશ મહોત્સવના હાજરી આપવાના હતા. જો કે ભારે વરસાદ હોવા છતાં તેઓએ તમામ સ્થળોએ ગણેશજીની આરતી અને દર્શનનો લાભ લીધો હતો.હવામાન વિભાગના ચોપડે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટમાં ૫૮.૯ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. મોસમનો કુલ ૧૨૨૯ મીમી વરસાદ વરસી ગયો છે. મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચોપડે છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોનમાં વિસ્તારમાં ૫૫ મીમી સાથે સીઝનનો કુલ ૧૨૧૯ મીમી, વેસ્ટઝોનમાં ૬૦ મીમી સાથે સીઝનનો કુલ ૧૨૫૧ મીમી અને ઈસ્ટઝોનમાં ૬૦ મીમી સાથે મોસમનો કુલ ૯૫૦ મીમી વરસાદ વરસી ગયો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ઓગષ્ટ માસ પણ પૂરો થયો નથી ત્યાં મેઘરાજાએ રાજકોટમાં ફીફટી ફટકારી દીધી હોય. આ વરસે વરસાદમાં રાજકોટના જૂના તમામ રેકોર્ડો વ‚ણ દેવ બ્રેક કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. રાત્રે ૯:૦૦ કલાક આસપાસ અનરાધાર વરસાદ પડયા બાદ મધરાત્રે ૩ વાગ્યે ફરી મેઘરાજાએ સાંબેલાધારે વરસવાનું શ‚ કરતા શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે વિજળી ગુલ થયાની ફરિયાદો પણ ઉઠી હતી.

 

બે દિવસ ભારે વરસાદની આગાહી આજે દરિયાકાંઠા વિસ્તારનો વારો

 

ઓરીસ્સામાં ઉદ્ભવેલુ અપરએર સાયકલોનિક સકર્યુલેશન ગુજરાત પર સક્રિય થયું હોય. રાજયમાં હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે સવારથી ગોરંભાયેલા આકાશ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યાં છે.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાત પર અપરએર સાયકલોનિક સકર્યુલેશન છવાયેલું છે. સાથો સાથ મોન્સુન કરંટ પાવરફુલ હોવાના કારણે આગામી ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની પ્રબળ સંભાવના રહેલી છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આજે અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. ગઈકાલે રાજયમાં સચરાચર વરસાદ વરસ્યો હતો. મોન્સુન સીસ્ટમ પાવરફૂલ હોવાના કારણે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.