કોકોનેટ થિયેટર આયોજીત ચાય-વાય અને રંગમંચની ત્રીજી સિઝનમાં પોતાના અનુભવ વાગોળતા કલાકારો: અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર લાઈવ પ્રસારણ
ચાય-વાય અને રંગમંચ કાર્યક્રમ શ્રેણી 1-2ની ભવ્ય સફળતા છેલ્લા ચાર દિવસ ચાલતી આ શ્રેણીની સિઝન-3માં કોરોનટ થિયેટર આયોજીત લાઇવ કાર્યક્રમમાં વિવિધ જાણીતા કલાકારો પોતાના અનુભવો સાથે રંગમંચની દુનિયાની વિવિધ વાતો સોશ્યિલ મીડિયાના ફેસબુક પર શેર કરી રહ્યા છે. કોકોનેટ થિયેટર અને અબતકના ફેસબુક પેઇઝ પર આ કાર્યક્રમ લાઇવ માણવા મળશે રસ ધરાવતાઓએ સાંજે 6 વાગે આ પેઇજ પર જોડાઇને કાર્યક્રમનો લાભ લઇ શકશે.આ શ્રેણીમાં આવતી કાલે સિનિયર નાટ્ય અને ફિલ્મકાર અરવિંદ વૈદ્ય કે જેઓ હાલ અનુપમા સિરીયલથી ખુબ જ જાણીતા છે તે અને 18મીએ જાણીતી અભિનેત્રી સ્વાતી શાહ અને 19મીએ સ્કેમ 92 ક્રેઇમ પ્રતિક ગાંધી દર્શકો સમક્ષ લાઇવ રજુ થઇને પોતાના અનુભવો સાથે રંગમંચની દુનિયાની વાતો હજુ કરનાર છે. ‘ચાય વાય અને રંગમંચ’ કોકોનેટ થિયેટરની સિઝન-3 શ્રેણી ગુજરાતી તુખ્યાને સંગમાં ગુજરાતી રંગાભૂમિના સુપ્રસિદ્ધ નિર્માતા દિગ્દર્શક, કલાકારો, સોશ્યિલ મીડિાયા ઉપર લાઇવ આવી રહ્યા છે. આ કાર્યક્રમ પવર્તમાન કોરોના મહમારીમાં દર્શકોને ખુબ જ પસંદ પડી રહ્યો છે. દરરોજ સાંજે 6 વાગ્યા પ્રસારીત થતાં કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો પણ જોડાઇને મનોરંજ સાથે રંગભૂમિની દુનિયાની વાતો જાણી રહ્યા છે. દરમિયાન ગઈકાલે ચાય વાય એન્ડ રંગમંચ ઉપર ફિરોઝ ભગતે પોતાના અનુભવ વર્ણવયા હતા.
114 નાટકો દિગ્દર્શિત કરી ચૂકેલા ગુજરાતી રંગભૂમિના એક માત્ર દિગ્દર્શકે પોતાની કારકિર્દી 6 વર્ષની ઉમરથી ગ્રાન્ટરોડ ગુલશન થીયેટરથી શરુ કરેલી. 1979 માં પ્રવીણ સોલંકીએ એમના લિખીત નાટક છાને પગલે આવ્યું મોત માં. જેમાં પરેશ રાવલને મળેલો રોલ અમુક કારણોસર ફિરોઝભાઈને મળ્યો. જે નાટકે 500 પબ્લિક શો કર્યા, અને ત્યારથી રંગભૂમિની અવિરત સફર શરુ થઇ. અત્યારસુધીની સફર માટે એમણે ચાર વ્યક્તિઓનો વિશેષ આભાર માન્યો, પોતાના માં સમાન પુષ્પા શાહ, લેખક પ્રવીણ સોલંકી, ઝંખના દેસાઈ અને ગુજરાતી નાટ્ય જગતમાં જેમના થકી એમની જોડી વખણાય છે અને છેલ્લા 20 વર્ષથી એમની સાથે કામ કર્યાનો ગર્વ છે એવા અપરા મહેતા. એમની સાથે લગભગ 17 નાટકો કર્યા જે 150 થી 200 પ્રયોગો થયા. સસ્પેન્સ, થ્રીલર, કોમેડી, સોશ્યલ દરેક પ્રકારના નાટકો કરવાનો ગર્વ છે. રંગભૂમિનાં ઘણા યુવાન કલાકારોને એમણે તક આપી છે. હિન્દી ફિલ્મના પ્રથમ સુપરસ્ટારને રાજેશ ખાનનાને પણ એમણે ડિરેક્ટ કર્યા છે, રાજેશ ખન્ના જેમણે રિહર્સલમાં આવતાની સાથે ફિરોઝ ભગતને પગે લાગી કહ્યું હતું કે આપ મેરે ગુરુ હો. અને એમના જેવા નિખાલસ માણસ આજસુધી નથી જોયા. રંગભૂમિ પર છેલ્લો શ્વાસ લેવાની ઈચ્છા ધરાવતા ફિરોઝ ભગત જણાવે છે કે એમની ઈચ્છા કદાચ પૂરી નહિ થાય કેમકે જે સમય ચાલી રહ્યો છે એમાં થિયેટર ચાલુ થવાની શક્યતાઓ ખુબ ઓછી છે અને નાટકના થિયેટરો બંધ થતા જાય છે જેમાં સૌથી મોટો ફટકો પડ્યો ભાઈદાસ થિયેટર બંધ થયાથી. ધરતીનો છેડો ઘર નાટકથી રિવોલ્વિંગ સેટની શરૂઆત થઇ, જેમાં સોહરાબ મોદી, પુષ્પા શાહ હતા અને લેખક હતા પ્રાગજી ડોસા. એ નાટકમાં બે ટ્રેનનો એકસીડન્ટ સ્ટેજ પર બતાવાતો હતો.એ સિવાય ઘણા કલાકારોને એમણે પોતાના નાટકોમાં લોન્ચ કર્યા. આજે પણ અનેક યુવાન કલાકારોના ફિરોઝ ભગત આદર્શ રહ્યા છે.
ગુજરાતી તખ્યાને સંગ શ્રેણીના કલાકારો
- 17મીએ- અરવિંદ વૈદ્ય
- 18મીએ- સ્વાતી શાહ
- 19મીએ-પ્રતિક ગાંધી
- 20મીએ- મનોજ શાહ
- 21મીએ- મિહિર ભૂતા
- 22મીએ- લતેશ શાહ
- 23મીએ- સુજાતા મહેતા
- 24મીએ- મુનીઝા
- 25મીએ- કાઝલ ઓઝા વૈદ્ય
- 26મીએ-પ્રવિણ સોલંકી
- 27મીએ- દિપક ધિવાલા
- 28મીએ- અન્નપૂર્ણ શુકલ
‘જો હું કરી શકું તો બધા કરી શકે’ વિષયે આજે અભિનેતા સંજય ગોરડીયાની રસપ્રદ ચર્ચા
આ શ્રેણીમાં આજે ફિલ્મ અને નાટ્કતા જાણીતા કલાકાર સંજય ગોરડીયા ‘જો હું કરી શકુ તો બધાં કરી કશ’ એ વિષય પર પોતાની વાતો લાઇવ શેર કરશે. કોકોનેટ થિયેટર અને અબતકના ફેસબુક પેઇઝ પર આ કાર્યક્રમ લાઇવ માણવા મળશે રસ ધરાવતાઓએ સાંજે 6 વાગે આ પેઇજ પર જોડાઇને કાર્યક્રમનો લાભ લઇ શકશે.આ શ્રેણીમાં આવતી કાલે સિનિયર નાટ્ય અને ફિલ્મકાર અરવિંદ વૈદ્ય કે જેઓ હાલ અનુપમા સિરીયલથી ખુબ જ જાણીતા છે તે અને 18મીએ જાણીતી અભિનેત્રી સ્વાતી શાહ અને 19મીએ સ્કેમ 92 ક્રેઇમ પ્રતિક ગાંધી દર્શકો સમક્ષ લાઇવ રજુ થઇને પોતાના અનુભવો સાથે રંગમંચની દુનિયાની વાતો હજુ કરનાર છે.