ચરણાટ હવેલી ખાતે વલ્લભદાસજી મહારાજના ૯૪માં જન્મદિવસના અનુસંધાને વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં સુકામેવાના ભોગનો મનોરથ તેમજ દીપમાળનો મનોરથ કરવામાં આવ્યો હતો ત્યારે વલ્લભદાસજી મહારાજના જન્મદિન નિમિત્તે છપ્પન ભોગનો મનોરથ કરવામાં આવ્યો હતો. છપ્પન ભોગ મનોરથ કર્યા બાદ વૈષ્ણવોને વલ્લભદાસજી મહારાજના ચરણપાદુકા સ્પર્શ વૈષ્ણવ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ તકે શહેર તથા બહારગામોથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા.
ગોસ્વામી ૧૦૮ રુચિરરાયજી મહોદય એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજે ખુબ જ પ્રસન્નતાનો પ્રસંગ છે. નવનીત પ્રીય પ્રભુનો ખુબ મોટો મહોત્સવ ચરણાટ હવેલી ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરી રહ્યા છે. અનેક જાતની અનસખની, દુધગરની સામગ્રી પ્રભુ આરોગી રહ્યા છે અને વ્યવસ્થા પણ ખુબ સુંદર રીતે ચાલી રહી છે હજારોની સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરી રહ્યા છે.
અરવિંદભાઈ પાટડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આજે આનંદ અને ઉત્સવનો માહોલ છે. વલ્લભદાસજી મહારાજના ૯૪માં જન્મદિવસ અનુસંધાને વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં છપ્પનભોગના દર્શન રાખવામાં આવ્યા હતા. જેનાં ગામે ગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન માટે આવ્યા હતા. રાજકીય નેતાઓ તથા રાજકોટના મહારાજા દર્શન માટે પધારવાના હતા. દર્શન ખુલ્યા પછી બધાને વલ્લભલાલજી મહારાજના ચરણપાદુકા ચરણસ્પર્શનો લાભ આપવામાં આવ્યો હતો.