ઈમ્પિરીયલ પેલેસ ખાતે બે દિવસીય ‘હાઈ ફેશન એકસ્પો’ને પ્રતિસાદ

રાજકોટ ઈમ્પિરીયલ પેલેસ ખાતે હાઈ ફેશન એકસ્પોનું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડિઝાઈનર કપડા, ફેન્સી જવેલરી, રાખડીઓ, સાડીઓ, વેસ્ટન તથા ઈન્ડો વેસ્ટન કપડા સાથે ઘર સજાવવાની વસ્તુઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં ૫૧ ડિઝાઈનરો આખા ભારતમાંથી ભાગ લીધો હતો. જેમ કે જયપુર, કલકત્તા, મુંબઈ, અમદાવાદ, થાઈલેંડ આદી રાજકોટની મહિલાઓએ વધુ પ્રમાણમાં હાજરી આપી ખરીદી કરી આ એકસ્પોનો લાભ લીધો હતો.

જેના આ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર પુજનભાઈએ જણાવ્યું હતું કે, તેમણે આ હાઈ એકસ્પોનું આયોજન કર્યું છે. જેનો હેતુ રાજકોટની ફેશનેબલ મહિલાઓ ખરીદી કરી શકે અને ભારતભરના ડિઝાઈનરોના ડ્રેસીસનો લાભ લઈ શકે. તેમને આ આયોજનનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.