સોનલબેન મહેતા દ્વારા નૂતનનગર હોલમાં ફિએસ્ટા બ્લોસમ ડિઝાઈનર એક્ઝિબિશન યોજાયું લોકલ ઉપરાંત દિલ્હી, મુંબઈ, જયપુરની કંપનીઓએ પણ લીધો ભાગ: મહિલાઓનો ધસારો
શહેરના નૂતનનગર હોલમાં તારીખ ૭ અને ૮ માર્ચ મંગળ અને બુધવાર એમ બે દિવસીય કલો અને જવેલરી એક્ઝિબિશન યોજાઈ ગયું. સોનલબેન મહેતા દ્વારા યોજાયેલા આ ફિએસ્ટા બ્લોસમ ડીઝાઈનર એક્ઝિબિશનમાં માર્કેટના ટ્રેંડને અનુ‚પ પ્રોડકટસ રજૂ કરવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં લોકલની સાથો સાથ નવીદિલ્હી, મુંબઈ, જયપુર, કેરાલા વિગેરે જગ્યાએી પણ કંપનીઓ-વેપારીઓ-ઉત્પાદકો પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેંચવા માટે આવ્યા હતા.
સોનલબેન મહેતા: એક્ઝિબિશનમાં મુંબઈી આવેલા આયોજન સોનલબેન મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બધા ફેશનને વધુ લાઈક કરે છે. તેથી હું અહીં એક્ઝિબિટ કરું અને ઓલ ઈન્ડિયામાં પણ કરું છું. મારી પાસે લેટેસ ડીઝાઈનના ડ્રેસો છે. જેમાં પેન્ટ-શર્ટ, કર્ટ, સાડી સહિતની વસ્તુઓ છે. મારું ખુદનું ડિઝાઈનીંગ હોવાથી મારી વસ્તુઓ બધાથી અલગ પડે છે. મારી વસ્તુ તમને બીજે કયાંય જોવા નહીં મળે તે માત્ર મારા જ બ્રાન્ડ ‚મમાં જોવા મળશે. રાજકોટના લોકો પણ સારા છે. અને તેનો પ્રતિસાદ પણ અમને સારો મળી રહ્યો છે. સોનલબેન મહેતાએ આગળ જણાવ્યું હતું કે, અમે અત્યારે નવા-નવા ડિઝાઈનરો લાવ્યા છીએ જેમાં ઓઝા બ્રાન્ડ છે. ઓઝા (દિલ્હી) કયાંય અવેબલ ની જે રાજકોટમાં પ્રમવાર પ્રેજન્ટ કરે છે. બીજુ સીલ્ક સાડી, કાશ્મીરી હેન્લુઝ સાડી, જયપુરની જવેલરી સહિતની બ્લાઉઝ, સાડી પર્સીઝ સહિતનું કલેકશન અમારી પાસે છે. હું છેલ્લા પાંચ વર્ષી ઓર્ગેનાઈઝ કરું છું અને આ મારો ૧૩મો શો છે અને વર્ષમાં હું ત્રણ થી ચાર શો કરું છું.
રોનક: ડિઝાઈનર જવેલરી સો આવેલા રોનકે એક્ઝિબીશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એક્ઝિબીશનમાં મને સૌથી વધુ કુર્તિની પ્રોડકટ ખૂબ જ સારી લાગી છે. આ એક્ઝિબીશનમાં એરીંગ્સ ખાસ કરીને નવા જોવા મળ્યા છે. પ્રાઈઝમાં પણ ઓલ મોસ્ટ વ્યાજબી છે.
જાગૃતિ સોની: લાડલી ક્રિએશનના જાગૃતિ સોનીએ જણાવ્યું હતું કે, હું પર્સનું કામ કરું છું મારી પાસે પર્સમાં વેડીંગ કલેકશન વધારે છે. વેડીંગ કલેકશનની જાહેરાત થાય તેના માટે મેં આ એક્ઝિબીશનમાં ભાગ લીધો છે. મારી પાસેના પર્સની માર્કેટ કરતા કિંમત થોડી ઓછી છે અને મારી પાસે વેરાયટી પણ ખૂબજ સારી છે.
વિવેક: દિલ્હીથી આવેલા વિવેકએ જણાવ્યું હતું કે, અમારા કપડા છે એ અમે ચાઈનાથી ઈમ્પોટ કરાવીએ છીએ. માર્કેટમાં આવી જ પ્રોડકટ ઉપલબ્ધ ની. રાજકોટીયન કપડાના શોખીન છે. તેવું ખૂબ જ સાંભળ્યું છે. પરંતુ હજુ એટલો બધો પ્રતિસાદ નથી મળી રહ્યો. રાજકોટમાં હું પહેલી વખત એક્ઝિબીશન કરી રહ્યો છું.
પ્રદીપ શર્મા: એક્ઝિબીશનમાં જયપુરી આવેલા પ્રદેશ શર્માએ જણાવ્યું હતું કે, આ જવેલરી સારા કારીગરોએ હાથી બનાવેલી છે. રીયલ સ્ટોન કેવા હોય અને તેની વેલ્યુ કેવી હોય અને રાજકોટના લોકો તેનાથી માહિતગાર થાય અને સંસ્કૃતિને જાણે તેના માટે અમે આવ્યા છીએ હું રાજકોટમાં પહેલીવાર એક્ઝિબીશન કરી રહ્યો છું અને અમારો મેન બિઝનેશ મુંબઈમાં છે. માર્કેટ કરતા અમારી પ્રાઈઝ ખૂબ જ ઓછી છે.
રીંકલ પટેલ: આ અંગે રીંકલ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે બેલીસ છે. હજુ અહીં શરૂઆતમાં તો લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારી પાસે કુર્તીઝમાં સારી એવી ડિઝાઈનો છે તેનો અમને સારો પ્રતિસાદ મળે છે.