વીપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ એમડીને રજૂઆત કરતા તંત્ર હરકતમાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન છે. રાજકોટમાં રોજીંદી ૯૦૦ થી ૧૧૦૦ એસ.ટી.બસોની અવર જવર રહે છે. લાંબા સમયથી અમદાવાદ-વડોદરાની જેમ રાજકોટમાં અતિ આધુનિક બસ સ્ટેશન બનાવવાની રાજય સરકારની જાહેરાત બાદ રાજકોટમાં ૧૫૪ કરોડનો પ્રોજેકટ હાથ ધરાયો અને ત્રણેક માસ પહેલા આ અંગે રાજયના મુખ્યમંત્રી અને વાહન-વ્યવહાર મંત્રી, એસ.ટી.ના એમ.ડી. સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી મુખ્યમંત્રી દ્વારા ત્રણેક માસ પહેલા ખાતમુહૂર્ત કર્યા બાદ એસ.ટી.નું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયું હતું અને ભાવનગરમાં પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખાતમુહૂર્ત બાદ દોઢ વર્ષથી પ્રોજેકટ અભેરાઈએ છે તે પ્રકારે રાજકોટમાં તંત્ર ઉંઘમાં આવી જતાં રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પ્રવકતાએ એસ.ટી.ના એમ.ડી. અને રાજકોટના એસ.ટી.ના વિભાગીય નિયામકને અને તંત્રને ઢંઢોળેલ લેખીત રજૂઆતો કરી ૧૫૪ કરોડના પ્રોજેકટના ઘોર વિલંબ અંગે વિસ્તૃત માહિતી માંગતા તા.૧૦/૭/૨૦૧૭ની રજૂઅાત બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજકોટમાં હંગામી બસ સ્ટેશનની ડીઝાઈન મંજૂર થઈ છે. કોંગ્રેસની સફળ રજૂઆતના સફળ પડઘા પડયા છે.
ભાજપના પ્રસિધ્ધી ભુખ્યા નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રી દર અઠવાડિયે રાજકોટમાં હોય છતાં પ્રોજેકટના હંગામી બસ સ્ટેશનની ડીઝાઈનમાં ઘોર વિલંબ થયો હતો તેમ અંતમાં વશરામભાઈ સાગઠીયા, ગજેન્દ્રસિંહ ઝાલાએ અંતમાં જણાવ્યું હતું. ડીવીઝન કંટ્રોલ, ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર રાજકોટમાં ઢેબર રોડ પરનો બસ પોર્ટનો પ્રોજેકટ કેટલા કરોડનો છે ? બસ-પોર્ટ અંગે મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કઈ તારીખે થયેલ છે ? બસ પોર્ટ અંગે હાલમાં કામમાં ઘોર વિલંબ થવાના કારણો બસ પોર્ટ અંગે થયેલ કોન્ટ્રાકટરનું પૂરું નામ અને ટેન્ડરનીશરતો અંગે વિસ્તૃત માહિતી, પ્રોજેકટ કઈ તારીખથી શ‚ થશે ? અને સંપૂર્ણ બસપોર્ટ કઈ તારીખે પૂર્ણ થશે ?, ખાતમુહૂર્તમાં થયેલ ખર્ચની વિગતો ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી સાથે રહેલ મંત્રી અને એસ.ટી.ના અધિકારીના નામ સાથેની વિગતો આપવા માંગ કરી છે.