વહેલી સવારે ગૃહ ઉઘોગની જેમ ધમધમતા હાટડા પર પોલીસ ત્રાટકતા નાસભાગ
રાજકોટ તાલુકા પોલીસ મથકના ઝુપડપટ્ટી વિસ્તારમાં ગૃહ ઉઘોગની જેમ ધમધમતા દેશી દારૂના હાટડા પર વહેલી સવારે પી.આઇ. જે.વી. ધોળા સહિતના સ્ટાફે ડ્રાઇવમાં ૧૦૪ લીટર દેશીદારૂ કબ્જે કરી બે મહિલા સહિત નવ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી વિગત મુજબ દારૂબંધીનો કડક અમલ કરાવવા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ અને ડીસીપી ઝોન-ર મનહરસિંહ જાડેજાએ આપેલી સુચનાને પગલે એ.સી.પી. જે.એસ. ગેડમ અને એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી. ધોળા, પી.એસ.આઇ. એન.ડી. ડામોર સહિતના સ્ટાફ દ્વારા વહેલી સવારે સ્લમ વિસ્તારમાં દેશી દાશીની ડ્રાઇવ રાખવામાં આવી હતી.
મોટામવા ગામ નજીક મફતીયા પરામાં હકુબેન બેના મકુરીયા, પ્રવીણ જીલીયા, બરકતીનગર રસુલપરામાં રામજી સારા સાડમીયા, પુનિતનગર પાણીના ટાંકા નજીક ઝુપડપટ્ટીમાં પંખુબેન મુનાસાડમીયા મોટામવા રાજુ મફા ઠાકોર, કણકોટ કોળી વાસ અજય મોહન ફતેપરા, ભૂતિયા કવાર્ટરમાં ભીખા જગુ વાઘેલા, શનિવારે બજારમાં ભરત રાજુ સાડમીયા અને રામધણ પાછળ ઝુપડપટ્ટી વિસ્તારમાં મશરુ વાલજી જખાણીયાની ઝડપી લઇ નવ સ્થળેથી ૧૦૪ લીટર દેશી દારૂ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીછે.