કોંગ્રેસમુકત થવા અનેક લોકો કોંગ્રેસની વિસર્જન યાત્રામાં સ્વયંભૂ જોડાઈ રહ્યાં છે: ભાજપ ઉપર આક્ષેપ કરવાને બદલે કોંગ્રેસ મનોમંથન કરે: ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાના તિવ્ર પ્રત્યાઘાત

૨૪ વર્ષથી રાજ્યસભાના સાંસદ રહેલા અહેમદ પટેલ આ વખતે હારે તેવું ૮૦ ટકા કોંગ્રેસીઓ ઈચ્છી રહ્યાં હોવાનું ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ કહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા મામલે થયેલા આક્ષેપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે.

અગાઉ ચૂંટણી સમયે ટિકિટ અને ફંડની વહેંચણીમાં વિસંગતતાના કારણે અહેમદ પટેલની અનેક કોંગ્રેસીઓ નારાજ હતા. સમયાંતરે આ નારાજગી ચરમસીમાએ પહોંચી છે. જેના વરવા પરિણામ હાલ કોંગ્રેસ ભોગવી રહી છે.

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપોને વખોડી તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસમુક્ત બનેલા ધારાસભ્યોએ કોંગ્રેસની વેર-ઝેરની રાજનીતિ, કોંગ્રેસની નકારાત્મક નીતિરીતિ અને કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ અને આંતરીક જૂબંધીની સામે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે હારની હતાશામાં ગરકાવ કોંગ્રેસ ભાજપા પર બેબુનિયાદ આક્ષેપો કરવાને બદલે તેના પર જવાબ આપે. પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના વિપક્ષના નેતા, કોંગ્રેસના મુખ્ય દંડક તેમજ કોંગ્રેસના પ્રવક્તા સહિતના કે જેઓ વર્ષોી કોંગ્રેસમાં રહેલા અને ગઇકાલ સુધી જે લોકો કોંગ્રેસ માટે સારા હતા અને કોંગ્રેસ છોડતાની સો જ હવે આજી તેમના ઉપર ખોટા આક્ષેપો દ્વારા કોંગ્રેસ તેઓને ખરાબ ચિતરી રહી છે, તે શરમજનક છે.

પંડ્યાએે વધુમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક મહિનાઓી કોંગ્રેસમાં જુવાદ અને સત્તાની સાઠમારી ચરમસીમાએ છે. જુદા-જુદા નેતાઓના જુો કોંગ્રેસમાં એકબીજાને સતત કાપવાની પ્રવૃતિ કરી રહ્યા છે તે ગુજરાતની પ્રજા મીડિયા દ્વારા જાઈ રહી છે. કોંગ્રેસ ક્યાય સીધી રીતે ભાજપા સામે ટકી શકે તેમ ની તેી કેટલાક સમય પહેલા અમુક લોકોને હાા બનાવી પ્રોક્સીવાર કરી ગુજરાતની શાંતિ-સલામતિ-અસ્મિતાને ડહોળવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. જાતીવાદને પ્રોત્સાહન આપીને વેર-ઝેર ફેલાવવાનો કોંગ્રેસના પ્રયાસને ગુજરાતની પ્રજા ઓળખી ગઇ છે અને હવે કોંગ્રેસના અમુક ધારાસભ્યોઓએ જ પોતાના આંતરમનનો અવાજ સાંભળીને કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ, નકારાત્મક અને તૃષ્ટિકરણની રાજનીતિી મુક્ત ઇને ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે. ત્યારે કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છૂપાવવા  ભાજપ ઉપર જૂઠાં રાજકીય આક્ષેપો કરે છે.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રવકતા શ્રી સુરજેવાલા કયા મોઢે લોકશાહીની હત્યા અને બંધારણના રક્ષણની વાત કરે છે ? કોંગ્રેસે ભૂતકાળમાં અનેક વખત લોકશાહીની હત્યા કરી છે. ઈતન્દરા ગાંધીના શાસન દરમિયાન કુલ ૫૦ ી વધુ વખતે દેશના રાજયોમાં ૩૫૬ની કલમનો દુરપયોગ કરી  રાષ્ટ્રપતિ શાસન લાદયુ હતું અને બહુમતીી રચાયેલી સરકારોને તોડી પાડી હતી. ૧૯૭૫માં ઈન્દિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદીને લોકતંત્રની હત્યા કરી હતી અને સમગ્ર દેશના લોકતંત્ર અને મીડિયાને બાનમાં લઈને હજારો લોકોને જેલમાં પૂર્યા હતા. ૧૯૯૩માં પી.વી. નરસિહા રાવની સરકારને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા મોટા પાયે યેલ હોસ ટ્રેડિંગને દેશની જનતાએ જાયું હતું. ગુજરાતમાં ૧૯૯૫માં ભાજપાની સંપૂર્ણ લોકશાહી રીતે રચાયેલ સરકારને ઉલાવવા માટે કોંગ્રેસની ભૂમિકા શું હતી તે ગુજરાતની જનતા જાણે છે અને અત્યારે કોંગ્રેસ ભાજપા સામે બેબુનિયાદ આક્ષેપો કરી પોતાની નબળી માનસિકતા છતી કરી રહી છે.

પંડ્યાએ કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાના નિવેદનને વખોડતા જણાવ્યુ હતુ કે, તેઓ હજુ દિવાસ્વપ્નમાં જ રાચે છે. તેમણે કહ્યુ છે કે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસની સરકાર બનવાની છે તે દિવાલ પર લખેલ છે પરંતુ જ્યારે કોંગ્રેસનું ઘર જ ભાંગી ગયુ છે અને કોઇ દિવાલ જ રહી ની તો મોઢવાડીયા કઇ દિવાલની વાત કરે છે? હવાઇ કિલ્લાની વાત કરીને કોંગ્રેસ માત્રને માત્ર રાજકીય આક્ષેપો જ કરી શકે, કોંગ્રેસ પાસે ધરતી પર હવે કંઇ જ બચ્યું ની.

પંડ્યાએ કોંગ્રેસના રાષ્ટ્રીય તેમજ સનિક નેતૃત્વ સામે તીવ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને પ્રશ્ન પુછતા પહેલા કોંગ્રેસે કોંગ્રેસમુક્ત યેલા ધારાસભ્યોએ આપેલા નિવેદનો સાંભળવા જોઇએ અને તેનો જવાબ જનતાને આપવો જોઇએ તેમજ કોંગ્રેસને આત્મમંન કરવાની સલાહ આપી હતી.

કોંગ્રેસ પોતાનું ઘર સંભાળી શકતી ની અને જઇને બીજા ઉપર આક્ષેપો કરે છે. કોંગ્રેસ એ ડુબતી નાવ છે તેની ઉપર સવારી કરીને કોંગ્રેસનો કોઇપણ નેતા પોતાની જાતને ડુબાડવા માંગે નહિ તે સ્વાભાવિક છે  આવનારા સમયમાં કોંગ્રેસમુક્ત વા કોઇપણ ધારાસભ્યો કે નેતાઓ કોંગ્રેસની વિસર્જન યાત્રામાં જોડાય તો તેમાં ભાજપ પર આક્ષેપ ન કરવો જોઇએ. કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છૂપાવવા ભાજપા સામે કોઇપણ જૂઠાં આક્ષેપ ન કરે તેમ ભારપૂર્વક જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.