વિવિધ સરકારી યોજનાઓ તેમજ કારકિર્દી વિષયક માર્ગદર્શન અપાશે: સમાજનાં આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સમાજનાં વિદ્યાર્થીઓ માટે દર રવિવારે દેશળદેવ હોલ ખાતે સવારે ૧૦ થી ૧ સચોટ માર્ગદર્શન અને મદદપ થવાનાં હેતુથી બક્ષીપંચ ઓબીસીનાં દાખલા, આવકનાં દાખલો, ક્રિર્મીલીયર સર્ટીફીકેટ, એપલોમેન્ટ કાર્ડ, એફીડેવીટ, સોગંદનામું, સ્કીલ ડેવલોપમેન્ટ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, ધો.૧૦ અને ૧૨ પછી શું અને અન્ય શૈક્ષણિક કાર્ય માટે મુંઝવતા પ્રશ્ર્નો માટે માહિતી અને મદદ કરવામાં આવશે તેમજ સરકારી સહાય જેમ કે મા અમૃતમ કાર્ડ, વિધવા બહેનો માટેની સહાય, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ, રોજગારી માટેની યોજનાઓ તેમજ સામાજીક જીવનની સરકાર તરફથી મહત્વની યોજનાઓ વિશે માહિતી અને મદદ કરવામાં આવશે. આ કાર્ય શ્યામનગર, ૧/૩ દેશળદેવ હોલ, નાનામવા મેઈન રોડ, રાજનગર ચોક પાસે સવારે ૧૦ થી ૧ કલાકે ચાલશે. આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઈ ચૌહાણ, સાવનભાઈ રાઠોડ, ચેતનભાઈ સોલંકી, શનીભાઈ રાઠોડ, સત્યજીતભાઈ પરમાર, રાજભાઈ સોઢા, અક્ષયભાઈ જાદવ, અભિષેક ગોહિલ, ધવલભાઈ ચૌહાણ, અનિશ ચૌહાણ, હાર્દિકભાઈ સીંધવ, કપીલભાઈ પાંડવ, રાહુલભાઈ મકવાણા, દેવસિંહ પરમાર, ગોવિંદભાઈ પરમાર, પિન્ટુભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ચૌહાણ, હીતકુકાકા, બલવિરભાઈ પરમાર તથા સંસ્થાનાં તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.નં.૯૪૦૯૨ ૦૦૮૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.