ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના આગેવાનોએ પૂર્વ પી.એમ. સ્વ.વાજપેયીજીને શ્રઘ્ધાંજલી પાઠવી
રાજકોટ સમસ્ત ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ દ્વારા મહંત નરેન્દ્રબાપુના અઘ્યક્ષસ્થાને યોજાયેલ જ્ઞાતિ કાર્યક્રમમાં સૌ પ્રથમ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન એવા અટલબિહારી વાજપાઇજીના નિધનથી ઉંડા શોકની લાગણી રજુ કરી હતી ત્યારબાદ બે મીનીટનું મૌન પાળી જ્ઞાતિજનોએ અટલ બિહારી બાજપાઇજીને શ્રઘ્ધાંજલી પાઠવી હતી.
જેમા કડીયા સમાજ જ્ઞાતિના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે અટલ બિહારીબાજપાઇજીને શ્રઘ્ધાંજલી પાઠવતા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને આપા ગીગા ઓટલો ચોટીલાના મહંત નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અટલજી એ ભારતીય રાજનીતિના નોખા-અનોખા રાજનેતા હતા. તેઓ વચન, પ્રવચન, અને આચરણ ના આકદમ પુરુષ હતા.
અટલજીના પાંચ દશક લાંબી રાજકીય યાત્રા, રાજનિતી ક્ષેત્રે કાર્યરતા સૌ કોઇ માટે પ્રેરણાદાી બની રહી હતી. વધુમાં તેઓઅ જણાવ્યું હતું કે અટલજીનું રાજકીય વ્યકિતત્વ હંમેશા વિવાદોથી પર રહ્યું હતું. બીન વિવાદાસ્પદ વ્યકિત તરીકે જાણીતા અટલજીનું રાજકીય ચારીત્ર્ય મુલ્યવાન અને વિચારવાન રહ્યું હતું. તેઓ એક આદર્શ વકતા હતા.