અમરાપર ગામ સંપર્ક વિહોણું: ટંકારા નદી બે કાંઠે

ટંકારા શહેરને પંથકને બમપર ઇનામમા રોજ વરસાદ નીકળ્યો હોય તેમ આજથી રાત દરમીયાન અનરાધાર વરસાદ પડે છે. ગઇ કાલે પણ સજજનપર ગામે અનરાધાર સાત ઇંચ વરસાદ એક જ રાતમાં પડી ગયો હતો. ગામલોકો ના જણાવ્યા પ્રમાણે અત્રતત્ર ને સર્વત્ર પાણી પાણી જ છે. તો સુપડાની ધારે પડેલા વરસાદ હડમતીયા લજાઇ ને નવા અમરાપર પરમાં બે થી ત્રણ વરસાદ પડયો હતો.

IMG 20170721 WA0051ભારે વરસાદને કારણે અમરાપર ટોળ ગામ સંપર્ક વિહાણું બન્યું છે તો ટંકારાની મુખ્ય ડેમી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ટંકારા શહેરમાં પણ આખી રાત દરમીયાન સરકારી ચોપડે બે ઇંચ વરસાદ પડયો છે. લોકો હવે વરસાદનીમજા માણવા પણ ઘરબહાર નીકળતા નથી અને મોઘરાા ને મનાવા પ્રાર્થના કરે છે.

તો બીજી તરફ મામલતદાર તંત્ર ટીડીઓ અને તલાટી મંત્રીઓ અડધી રાત થી જ કંટ્રોલ રુમમાં ખડેપગે ઉભા છે. અને ડેમ નદી ની માહીતી મેળવી રહ્યા છે. પરંતુ જાડી ચામડીનું માર્ગ અને માન વિભાગના કોઇ અધિકારી રાજકોટ મોરબી રોડ પર પડેલા ગાંબડા બુરવા કોઇ પહોંચ્યું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.