જેના દ્વારા આપણને કંઇક જ્ઞાન મળે તેને આપણે વેદ કહીએ, પરંતુ જેમાંથી ‘આયુ’ વિશેનું જ્ઞાન મળે તેને આયુર્વેદ કહેવા: ડો. પુલકિત બક્ષી

આયુર્વેદ મુજબ કડવો, તીખો, તુરો રસ દાંત માટે ફાયદેમંદ તથા મીઠો, ખારો ખાટો રસ નુકશાનકર્તા છે. ડો. જયસુખ મકવાણા

માનવ શરીરમાં દાંત ખુબ જ અગત્યની વસ્તુ છે. શરીરના પ્રત્યેક અંગો માણસને જન્મ સાથે જ મળે છે. પણ દાંત આવવાનો અને તેને ગુમાવવાનો એક કુદરતી કાળ નકકી કરવામાં આવ્યો છે. દાંતની કાળજી લેવી ખુબ જરુરી છે. દાંત, દાંતના રોગો તથા તેની સંભાળ માટે આજે આપણી સાથે આયુર્વેદના બે નિષ્ણાતો મોજુદ છે. ડો. પુલકિત બક્ષી અને ડો. જયસુખભાઇ મકવાણા તો ચાલો જાણીએ તેમની પાસેથી દાંત, દાંતના રોગો અને દાંતના કારણે થતાં અન્ય રોગો વિશેની માહીતી

આયુર્વેદમાં દાંતનો વિશેષ અભ્યાસ હોય છે? આયુર્વેદમાં ડેન્ટલ સાયન્સ લગભગ કોઇના ઘ્યાનમાં નથી હોતું,  આયુર્વેદમાં પણ 1993માં રાજકોટના દંત ચિકિત્સ કોલેજની સ્થાપના થઇ હતી. રતનપર ખાતે ગુજરાત આયુવેદ યુનિ. માન્ય કોલેજ છે. બી.એ.એમ.એસ. તબીબને આ કોર્ષમાં પ્રવેશ મળે છે. હવે આગળના સમયમાં કોઇ વિઘાર્થીએ આ કોર્ષ કરવો હોય તો એના માટે શું વ્યવસ્થા છે? ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યા નામની સ્ક્રીમ બની છે. જેના દ્વારા લુપ્ત થતી વિદ્યા જેવી કે, ક્ષારસૂત્ર, દંતચિકિત્સાને ગુરૂશિષ્ય પરંપરા બનાવીને શીખવવામાં આવે છે. આ કોર્ષ દિલ્લીહી શરુ થયો.

તેમાં તબીબોની કયા પ્રકારની વ્યવસ્થા છે? તેના જવાબમાં વિશેષરી ડો. મકવાણાએ જણાવ્યું કે તેમાં તેઓની દંતચિકિત્સા ગુરુ તરીકે નિમણુંક થઇ છે. તેઓ પાસે  દર વર્ષે ર કે 3  વિઘાર્થી ભણે છે. દાંત અને પેઢામાં કયા કયા પ્રકારના રોગો થાય છે? દાંતમાં મુખ્યત્વે થતો રોગ (1) સેન્સીટીવીટી છે. આ ઉપરાંત (ર) કૃત્રિ છે તથા પેઢાના રોગોમાં પેઢામાં રસી, સુજન અને લોહી વહેવું આ મુખ્ય છે. આયુર્વેદમાં તેને સીતાદ રોગ કહેવાય છે.

દાંતને કારણે થતાં શરીરમાં અન્ય રોગો ખાસ કરીને પાચન તંત્રના રોગો કયા કયા છે? દાંત વ્યવસ્થિત કામ ન કરતાં હોવાથી ચાવવામાં મુશ્કેલી પડે જેના કારણે પેટની સમસ્યા થાય છે. આ તકલીફ મોત ઉમરના લોકોમાં થાય છે. અને આ લોકો ‘ઓરલ હાઇજીન’ મેઇન ટેન નથી કરી શકતા દાંતને ચમકાવવા કરતા પેઢાની મજબુતાઇ પર વધારે ઘ્યાન આપવું જોઇએ. ઓરલ હાઇજીન દાંત, જીભ થુંક વગેરે એકબીજા સાથે સંકળાયેલું છે. દાંતના રોગોની સમસ્યા જેવી કે પાયોરીયા એ ખોરાક સાથે ભળીને પાચનતંત્રને અસર કરે છે. દાંતને ચમકાવવા કરતા દાંત મજબુત હોવા જરુરી છે. પણ દાંત માટે ટુથ પેસ્ટ કે દાંતણ શું હિતાવહ છે?

આયુર્વેદ અનુસાર દાંત માટે કડવો, તીખો અને તુરો રસએ દાંત માટે ફાયદાકારક છે. તથા મીઠો, ખારો, ખાટો આ ત્રણ રસ નુકશાનદાયી છે. તેથી પેસ્ટ કરતાં દાંતણ વધુ અકસીર છે. કરંજ દાંતણ સૌથી શ્રેષ્ઠ છે. બાળકો માટે વડાવાઇનું દાંતણ ઉત્તમ છે. જીભરસ માટે એટલે કે સ્વાદપ્રિય લોકો માટે દાંતની અવસ્થા માટે આયુર્વેદ શું કહે છે? મીઠી વસ્તુ દાંત અને પેઢા માટે નુકશાન દાયી છે. દાંત માટે પેઢાને બચાવવા જરુરી છે. પેઢા દાંતનો પાયો છે.

જેના દાંત નબળા હોય ઉંમર લાયક લોકો માટે દાંતના ઘરગથ્થુ ઇલાજ શું છે? ખોરાક એવો હોવો જોઇએ જેથી દાંત નબળા ન પડે, મોઢામાં થોડા સમય સુધી ઓઇલ પુલીંગ કવાથ અથવા તેલ રાખી મુકવા ગંડુશ, અવળગ્રહ અમુક  ઉમર પછી ખોરાક પોચો અને સુપાચ્ય રાખવો જોઇએ જેથી પાચનક્રિયામાં થતી સમસ્યા ઓછી સતાવે. તમાકુના બંધાણીને કેન્સર થયું હોય તો દાંતને સંલગ્ન ઉપચારો છે? કેન્સર મટી શકે છે. ખાસ અને ચોકકસ સમયસરની ટ્રીટમેન્ટ જરુરી છે. જે દાંત માટે પણ લાગુ પડે છે.

દાંત માટે મંજન, કોલસો, કાળો પાઉડર વગરે દાંત માટે માન્ય છે? કોલસો સોપારીની રાખ છે. કરંજ દાંતણ ઉત્તમ છે અને બોરડીનું દાંતણ ઘ્વનિ મધુર થાય છે. દરેક છોડ મંજન કે દાંતણ જેમાં ઉપયોગ કરો તો હિતાવહ છે. ટુથપેસ્ટથી કેટલા નુકશાન છે? તેમાં સ્વીટનરનો જે ઉપયોગ થયો હોય છે તેને છોડીને ટુથ પેસ્ટ નુકશાન કરે છે તેમ ન કહી શકાય. મધ સાથે મિકસ કરીને બાળકોને કોઇપણ મંજનનો ઉપયોગ કરાવી શકાય છે. બ્રશ કરવાની રીતનો દાંત કે પેઢા પર શું પ્રભાવ પડે છે? સર્વ દ્રવ્ય પંચભૌતિકમ સર્વ દ્રવ્ય ઔષધમ એવું આયુર્વેદ કહે છે. દાંતની વાત કરીએ તો તેના ત્રણ પડ છે. ઇનેમલ, ડેન્ટેન, પલ્પ આ ત્રણ પડ છે તેમાં ઇનેમલને બચાવવુ ખૂબ જરુરી છે. તો તેને બચાવવા અર્ક, બબુલનો ઉપયોગ કરવો જોઇએ.

આયુર્વેદમાં દાંત પાડવાની પઘ્ધતિ શું હોય છે? રાજકોટથી આ વિઘાની શરુઆત થઇ છે. યોગના મુખ્ય ત્રણ પ્રકારો છે એ પૈકીનો એક જાલંધર બંધ લગાવીને દાંત પાડવામાં આવે છે.

જાલંધર બંધથી કાઢવામાં આવેલા દાંતમાં લોહી નીકળવું સોજો આવવો જેવી તકલીફોની સારવાર હોય છે. રકત, સ્તંભક, યોગ વડે તેના પાઉડરના કોગળા કરાવી એટલે લોહી અને રસી બંધ થઇ જાય છે. ત્યારબાદ એક ડ્રેસીંગ જેમાં ત્રિફળાદિ નામના દવા લગાવી દેવામાં આવે છે જેથી ઇન્ફેકશન ન લાગે.

ઘણા મોટી ઉંમરના વ્યકિતને ચોકઠુ ફાવતું નથી તો તેનો શું ઉપાય છે. ખોરાક કેવો લેવો જોઇએ? આવા સમયે બાફેલી વસ્તુઓ ખીચડી, મગ, પોચા ફળ વગેરે તથા જયુસ લઇ શકાય બાકી ખોરાકને ચાવવા માટે દાંત સિવાયનો કોઇ ઓપ્શન નથી.

બાળકોમાં દાંતના રોગો અથવા આકસ્મિક દાંત પડી ગયા હોય તો આયુર્વેદમાં આ માટે કંઇ ઉપચાર છે? બાળકોમાં દૂધના દાંત પડી જાય છે તથા ઓરલ હાઇજીન મેઇન ટેઇન ન કરે તેથી સમસ્યા થાય છે. લવીંગ તેલથી બાળકોના દાંતના દુખાવા માટે અકસીર છે.

દાંતની બનાવટમાં માત્ર એટલો જ કુદરતી ક્રમ છે કે ર0 દાંત મિલ્કી ટીથ છે. એ વીસ પડયા પછી ર0 ફરીથી આવે પણ બીજા 1ર દાંત જે હોય છે એ એક જ વાર આવે છે. છેલ્લામાં છેલ્લો દાંત જ ડહાપણ દાઢ હોય છે. 18 થી રપ વર્ષ સુધીમાં આવે છે. પહેલા બાળકોમાં દાંતની તકલીફો શેરડી, ચણા વગેરે વધુ આરોગતા, જયારે અત્યારે બાળકોને દાંતની સમસ્યા વધારે થાય છે કારણ કે બાળકોનો ખોરાક બદલ્યો છે. પોચો, કઠણ વસ્તુ ચાવવાથી જડબાનો વિકાસ પૂરતો થયો હોય છે જયારે વર્તમાન સમયમાં કેલ્શિયમ લેવાય છે. પણ જડબાના વિકાસ માટેની જે ચાવવાની કસરત થવી જોઇએ એ થતી નથી તેથી ડહાપણ દાઢને જગ્યા મળતી નથી અને એ ત્રાંસો ફેલાય છે જેથી તેની તકલીફ  થાય છે.

ડહાપણ દાઢ અસહય દુ:ખાવો થાય છે તેવી જ રીતે ઉપરના દાંત ખેંચાવીએ તો મગજને અસર થાય છે. શું આ વાત સાચી છે? છેલ્લેથી બીજી ઉપરની દાઢ, સાતમાં નંબરની દાઢ ત્રાસી હોય છે. તેનો અંદરનો રૂટ ત્રાંસો હોય છે તથા પાંચમી નાડી જે મગજમાંથી નીકળે છે આ પાંચમી નાડી દાંત, આંખ, જીભ સાથે સંકળાયેલી છે તેથી આ દાઢ કાઢવાથી કયારેક પેરાલીસીસ જેવીતકલીફ થાય છે. તેથી ઉપરનો સાતમો દાંત કાઢવામાં કાળજી રાખવી જોઇએ તેમ આયુર્વેદ કહે છે.

આયુર્વેદમાં માત્ર દાંતની સારવાર છે જયારે એલોપેથી નવો દાંત ડુપ્લીકેટ દાંત ફીટ કરવો વગેરે  સુવિધા છે તો આયુર્વેદમાં આવી કોઇ સારવાર છે? આયુર્વેદમાં બત્રીસી નિર્માણ કૃત્રિમ દાંત બનાવવા એ ટેકનીકલ કામ છે. ધીમે ધીમે તે મોડીફાઇડ થયું. એ સિવાય દાંતનો એક કૃમિ દંત નામનો રોગ છે.

આ સારવારમાં અંદરનો કાળો ભાગ ખોતરી નાખવો:, પછી ધુમપાન વિધી કરવામાં આવે આ આયુર્વેદની ઉત્તમ વિધી છે તેમ કહી શકાય.

શલ્પ અને શાલકય તંત્ર આખો આયુર્વેદનો વિષય છે. જેમાં સિંહ મુખી યંત્રો વગેરે ઇન્સ્ટુમેન્ટની વાત કરવામાં આવી છે સાથે ટેકનોલોજીના સાથથી પણ આ સારવારનો  ખુબ સરસ ઉપયોગ કરી શકાય છે. દાંતનું આપણા શરીરમાં ખુબ મહત્વ છે. દાંતની પુરતી અને વ્યવસ્થિત કાળજી લો દાંતની સાથે પેઢાને મજબુત બનાવવા માટે લોકો જો તલના તેલનું માલીક, મસાજ દિવસમાં બે વખત કરવું, દાંતની સમસ્યા હોય ત્યારે તેને બચાવવા જાગૃતતા કેળવવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.