ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ શુક્રવારે ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યા છે. હરિયાણા સરકારના પ્રયત્નથી તેની 50 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી. તેઓ સુનારિયા જેલમાં બંધ હતા. પેરોલના સમયગાળા દરમિયાન તે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં રહેશે. છેલ્લા ચાર વર્ષમાં તે આઠ વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા છે. અગાઉ, 21 નવેમ્બર 2023 ના રોજ, તેને 21 દિવસ માટે પેરોલ આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ 13 ડિસેમ્બરે જેલમાં પાછો ફર્યા હતા.
ગુરમીત રામ રહીમ ફરી 50 દિવસના પેરોલ ઉપર છૂટ્યા, 2 વર્ષમાં 232 દિવસ જેલની બહાર રહ્યા
નોંધનીય છે કે ગુરમીત રામ રહીમને બે સાધ્વીઓના યૌન શોષણના કેસમાં 10-10 વર્ષની અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને પૂર્વ મેનેજર રણજીત સિંહને હત્યા કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. રામ રહીમને 25 ઓગસ્ટ 2017ના રોજ રોહતકની સુનારિયા જેલમાં લાવવામાં આવ્યા હતો. પંચકુલાની સીબીઆઈ કોર્ટમાં હાજરી દરમિયાન મોટા પાયે હિંસા થઈ હતી. આ પછી તેને હેલિકોપ્ટર દ્વારા સુનારિયા જેલમાં લાવવામાં આવ્યા હતા.
રામ રહીમ જ્યારે પણ લાંબા સમય સુધી આવતા ત્યારે તે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનવા આશ્રમમાં રોકાયા હતા. પેરોલ અથવા ફર્લો દરમિયાન, તેને સિરસામાં ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં રહેવાની મંજૂરી નથી. હરિયાણાના સીએમ મનોહર લાલે કહ્યું છે કે રામ રહીમને જેલના નિયમો અનુસાર પેરોલ મળે છે. એ વાત ચોક્કસ છે કે સરકાર રામ રહીમને સિરસામાં આવવા દેતી નથી. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હરિયાણા સરકાર સંસદની ચૂંટણીને ધ્યાને લઈને પેરોલ મળે તે માટે પ્રયત્નશીલ હતી. ગુરપ્રિત રામ રહીમ સિંહ બે વર્ષમાં 232 દિવસ બહાર રહ્યા છે.
પેરોલ માટે, રામ રહીમે પહેલા તેની બીમાર માતાને જોવાની વિનંતી કરી હતી, ત્યારબાદ તે ગુરુગ્રામની હોસ્પિટલમાં આવ્યા હતા. આ પછી તેણે પોતાની દત્તક પુત્રીઓના લગ્ન કરાવવા માટે પેરોલની માંગણી કરી હતી. પછી તેણે યુપી આશ્રમની આસપાસના તેના ખેતરોની સંભાળ રાખવા અને ડેરાના ભૂતપૂર્વ વડા શાહ સતનામની જન્મજયંતિ ઉજવવા માટે પેરોલની દલીલ કરી હતી.