ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રેપ કેસ મામલે દોષિત જાહેર કર્યા પછી શહેરમાં ફેલાયેલી હિંસાના કારણે હાઈકોર્ટે હરિયાણા સરકારની ઝાટકણી કાઢી છે. નોંધનીય છે કે, પંજાબ અને હરિયાણા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ વિશે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી છે. શુક્રવારે પણ રામ રહીમને દોષિત જાહેર કર્યા પછી પીઆઈએલ વિશે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, ડેરા મુખીનું સ્ટેટસ બદલાઈ ગયું છે હવે સ્ટેટે પણ તેમની માનસિકતા બદલવી જોઈએ.
ડેરાની પ્રોપર્ટીથી નુકસાનની ભરપાઈ કરવી
– રામ રહીમને દોષિત જાહેર કર્યા પછી હરિયાણા-પંજાબ સહિત છ રાજ્યોમાં હિંસા, આગ લગાવવાના બનાવો અને પથ્થરમારાના કારણે પ્રોપર્ટીને ઘણું નુકસાન થયું છે.
– તેથી આ વિશે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ડેરા સચ્ચા સોદાની પ્રોપર્ટી જપ્ત કરીને તેમાંથી નુકસાનની ભરપાઈ કરવી.
– તેથી આ વિશે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ડેરા સચ્ચા સોદાની પ્રોપર્ટી જપ્ત કરીને તેમાંથી નુકસાનની ભરપાઈ કરવી.
– કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી ડેરાની સંપત્તિમાંથી નુકસાન ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સંપત્તિ વેચી પણ નહીં શકાય.
– આ મામલે સિક્યુરિટી વિશે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરવામાં આવેલી પીઆઈએલ પર શનિવારે સુનાવણી થશે.
– શુક્રવારે રામ રહીમને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા પછી પણ પીઆઈએલ પર સુનાવણી થઈ હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, ડેરામુખીનું સ્ટેટ્સ બદલાઈ ગયું છે હવે લોકોએ પણ તેમની માનસિકતા બદલવી જોઈએ. હાઈકોર્ટે આ કેસમાં 3 દિવસથી સુનાવણી કરી રહ્યા છે.

કોર્ટે કહ્યું- ‘હવે કોઈ રિસ્ક લેવા નથી માગતા’