ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલિમ પરીક્ષા  સવારે 11  થી 01 વાગ્યા સુધી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં વિવિધ શાળા-કોલેજોમાં કુલ 60 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. આ પરીક્ષા સુચારુ રીતે પાર પાડવા સવારે  9 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જરૂરી આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

શહેરની જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવી છે તે શાળાઓ  કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનઅધિકૃત વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન અને ફેકસ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. શાળાઓની 100 મીટરની ત્રીજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.

પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહી.પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, બ્લુટુથ, આઇ.ટી. ઉપકરણો જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જઈ શકશે નહીં.

વધુમાં સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોની બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.