જસદણમાં રાત્રીને દિવસ સમજનારા અને ગામના પાટીયા પર બેસી ગામની જ કૂથલી કરનારાઓ પર રાત્રી કફર્યુના કારણે ગત રાત્રીના નાયબ મામલતદાર ઝાલાએ ઘોસ બોલાવતા પાટીયા પર બડાઇ ફેકનારાઓને રીતસર ગલી ખાતામાં સંતાઇ જવું પડયું એવી સ્થિતિ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં કોરોનાથી લોકોમાં ભારે ફફડાટ છે લોકોના વેપાર રોજગારમાં પણ મંદી છે જીવલેણ કોરોના વાઇરસને લઇ હાલમાં અનલોક-ર માં રાત્રી કફર્યુ હોવા છતાં કેટલાંક રખડુઓ રાત્રીના મોડે સુધી પાટીયા પર બેઠી કુથલીમાં વ્યસ્ત રહેતા અને સંક્રમણ પેદા કરી રહ્યાની રાવને લઇ ગત રાત્રીના નાયબ મામલતદાર ઝાલાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રખડુઓને કાયદાનું ભાન કરાવવા પોલીસને સોંપ્યા હતા. કફર્યુની ઐસી તૈસી કરનારાઓને રાત્રીના ભાગવું ભારે થઇ પડયું હતું અને પોલીસ મથકે પોતાના સંબંધીઓને ફોન રણકાવવાની નોબત આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.