ગઈકાલે રેકોર્ડ બ્રેક ૧૧૧ કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં વધુ ૪૪ પોઝિટિવ કેસ, કુલ આંક ૫૭૦૦ પહોચ્યો
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તો બીજી તરફ શહેરનો રિકવરી રેઈટ પણ સતત વધી રહ્યો છે. છેલ્લા છ માસથી કોરોનાને નાથવા માટે રાઉન્ડ ધી કલોક લડતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ ગત ૧૧મી સપ્ટેમ્બરના રોજ સંક્રમીત થયા હતા. દરમિયાન તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. આજથી બેક ટુ વર્ક થઈ ગયા છે. ચોથા શનિવારની રજા હોવા છતા આજે તેઓ ઓફિસે આવ્યા હતા. ગઈકાલે શહેરમાં કોરોનાના રેકોર્ડ બ્રેક ૧૧૧ કેસો મળી આવ્યા બાદ આજે બપોરે ૧૧ વાગ્યા સુધીમાં વધુ ૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોનો આંક ૫૭૦૦ આવ્યા છે.રાજકોટ મહાનગર પાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડનો કોરોના ટેસ્ટ ગત ૧૧મી સપ્ટેમ્બના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોમ આઈસોલેશન થયા હતા. તેઓનો કવોરેન્ટાઈન પિરિયડ ગઈકાલે પૂર્ણ થયો હતો. આજે કોર્પોરેશનમાં ચોથા શનિવારની રજા હોવા છતાં તેઓ ફરજ પર આવ્યા હતા અને હવે રાજકોટને કોરોના મૂકત બનાવવા માટે બમણા જોમ સાથે ફરજ અદા કરશે તેઓ જૂસ્સો વ્યકત કર્યો હતો.ગઈકાલે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના રેકોર્ડ બ્રેક ૧૧૧ કેસો નોંધાયા હતા દરમિયાન કાલે સાંજે પાંચ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધી એટલે કે છેલ્લા ૧૯ કલાકમાં શહેરમાં કોરોનાના ૪૪ કેસો નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસોનો આંક ૫૭૦૦ પહોચ્યો છે. જે પૈકી ૪૫૦૩ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. પોઝિટિવ રેઈટ ૨.૮૩ ટકા છે જયાર રિકવરી રેઈટ ૭૯.૬૧ ટકા છે.