રાજકોટ શહેરના મુસ્લીમ અગ્રણી અને સેવાભાવી જનાબ હાજી ગફારભાઇ કટારીયા પરિવાર તરફથી “કોરાના વાઇરસની મહામારીમાં ગરીબ જરૂરીયાતમંદ લોકોને નાત-જાતના ભેદભાવ વગર રાજકોટના નાયબ પોલીસ કમિશ્ર્નર, ઝોન-૨નાં મનોહરસિંહજી જાડેજાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અનાજકીટનું વિતરણ તથા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું તથા માસ્કનું વિનામૂલ્યે વિતરણ તેઓના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મર્હુમ ગનીબાપુના ખાસ અંગત મિત્ર એવા રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા બાપુને ખાસ હબીબભાઇ ગનીબાપુ કટારીયાએ યાદ કર્યા હતાં.
આ પ્રસંગે મુસ્લીમ અગ્રણીઓ સર્વ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, એડવોકેટ હાજી હુસેન સમા, હાજી અલીભાઇ રહેમાનભાઇ કટારીયા, ફારૂકભાઇ બાવાણસ, અઇાઉદીનભાઇ કારીયાણી, અલ્તાફભાઇ સુમરા, ઇલ્યાસભાઇ ચૌહાણ, ફારૂકભાઇ કટારીયા, મહેબુબભાઇ બેલીમ, હાજી હુસેનભાઇ માંડરીયા, ચંદ્રેશભાઇ રાચ્છ, દાદુભાઇ મીયાત્રા, સોયેલભાઇ સોદાગર, સંજયભાઇ પાટડીયા, ઇસમભાઇ કારીયાણી, કનુભાઇ ભટ્ટ, દિનેશભાઇ મે, વાસ્વીબેન સોલંકી, હલીમાબેન સુમરા, વિનુભાઇ કેસરીયા, ચીનુમામા, અલ્તાફભાઇ કટારીયા, ગફારભાઇ કટારીયા, હનીફભાઇ કટારીયા, મોહનભાઇ સોઢા, યુનુસભાઇ કટારીયા, સોયેબભાઇ કટારીયા વિગેરે આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.