- સી.આઇ.એસ.એફ.ના રાજકોટમાં સફળતાપૂર્વકના 25 વર્ષની ઉજવણી અને માહિતી ખાતાની કામગીરી અંગે વિસ્તૃત વાતચીત કરી
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – C.I.S.F.)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે 24*7 ખડેપગે રહે છે. આ ફોર્સના હેડ એવા ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ શિરસ્વાએ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે તેમને પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ શિરસ્વાએ આગામી તા. 7 માર્ચના રોજ રાજકોટ ખાતે સી.આઈ.એસ.એફ.ને સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા અંગે ચર્ચા કરી જણાવ્યું હતું કે, આ દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 2 માર્ચથી મેરેથોન, સાયક્લોથોન, નિષ્ણાતોના સેમિનાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. સાથેસાથે રીઝર્વ ઇન્સપેક્ટર મહેશસિંઘ કુંવરે C.I.S.F.ની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. તેમજ સંયુક્ત માહિતી નિયામક મિતેષભાઇ મોડાસીયાએ માહિતી ખાતાની પ્રચાર-પ્રસાર, પ્રકાશન, ફિલ્મ-પ્રોડક્શન જેવી કામગીરી વિષયક જાણકારી આપી હતી. આ અવસરે સહાયક માહિતી નિયામક સર્વ સોનલબેન જોશીપુરા, રાધિકાબેન વ્યાસ, પ્રિયંકાબેન પરમાર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.