ડે. કલેકટર પ્રજ્ઞેશ રશ્મીકાંત જાની અને આરતીબેન જાનીના નિવાસ સ્થાને રાજરજેશ્ર્વરીમાં જગદંબાના નવલખા માંડવા અને ભગવતી રાંદલ માતાજીનાં લોટાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારે થાંભલી રોપણ, માતાજીની નગરયાત્રા, સાંજે મહાઆરતી, મહાપ્રસાદ, રાત્રે રાસ ગરબાની રંગત એમ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરિદ્વિપથી સાક્ષાત માં જગદંબા ૬૪ જોગણીઓ સાથે યજ્ઞેશ જાની અને પરિવારને આર્શીવાદ દેવા પધાર્યા હોય તેવું પવિત્ર વાતાવરણ સર્જાયું હતુ.આ પ્રસંગે શહેરના અગ્રણી નાગરીકો, શ્રેષ્ઠીઓમાં પ્રજ્ઞેશ જાની, રાહુલભાઈ જોષી, આરતીબેન જાની, જૈમનભાઈ ઉપાધ્યાય, જર્નાદનભાઈ રાવલ, ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ, રામભાઈ મોકરીયા, અંજલીબેન ‚પાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.