સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટના પ્રથમ ફેઇઝનું કામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું , સૌરાષ્ટ્ર માટે સારી સુવિધા ઉભી થઇ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને વિના મુલ્યે સારવાર માટે અમદાવાદ જવુ પડતું હોવાથી રાજકોટ ખાતે ૧૨૦ કરોડના ખર્ચે યુનિર્વસિટી રોડ પર કેન્સરના દર્દીઓને સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ બનાવવામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલના પ્રથમ ફેઇઝના ખર્ચે બાંધકામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે સાંજે ચાર વાગે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું .કેન્સર હોસ્પિટલ બાદ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને એઇમ્સ મળે તેવા ઉજવળ સંજોગો જોવા મળી રહ્યા છે, તાજેતરમાં જ એમ્સની ટીમ રાજકોટ આવી ત્યારે રાજકોટને એઇમ્સ ફાળવવામાં આવે તેવી પુરી શકયતા હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.