તુવેર ખરીદીમાં કમિશન મુદ્દે કોંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન કરશે

આવતીકાલે ઉપલેટાના ભાયાવદર ગામે રાજયના નાયબ મુખ્યમંત્રી વિવિધ લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા હોય ત્યારે તેનો પાસ દ્વારા અનામતની માંગ સાથે વિરોધ નોંધાવશે. જયારે કોંગ્રેસ તુવેર ખરીદીમાં કમિશનના મુદ્દે ખેડુતો હિત સાથે વિરોધ નોંધાવવા મેદાને પડતા રાજકિય વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

તાલુકાના ભાયાવદર ગામે આવતીકાલે નગરપાલિકા તેમજ લોકભાગીદારી બતાવાયેલ વિવિધ સાત કામોના લોકાર્પણ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં અનામત આંદોલનનું એપીડ સેન્ટર પણ ભાયાવદર ગણાતું હોય ત્યારે ભાજપ અને પાસ વચ્ચે મુકાબલાના એંધાણ વર્તાય રહ્યા છે. પાસ દ્વારા અનામતની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો વિરોધ કરવા ખુલ્લે ખુલ્લા મેદાનમાં પડયું છે ત્યારે તંત્રની કસોટી થઈ રહી છે. તુવેર ખરીદીમાં ખેડુતો પાસેથી મણ દીઠ ‚ા.૧૦૦નું ઉઘરાણુ કરતા ખેડુત સમાજની લાગણી સાથે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે.આ બાબતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સામે દેખાવો કરશે.

આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાવડિયા, કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, તાલુકા પંચાયતના સભ્યો નશીમાબેન સુમરા, સભ્ય નવીનભાઈ દલસાણીયા, સાતવડીના માલદેભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ખેડુતોને સાથે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને તુવેર ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારના મુખ્ય જવાબદારો સામે પગલા ભરવા અને બાકી રહી ગયેલા ખેડુતોની તુવેર ખરીદવા નવું કેન્દ્ર ખોલવા માંગણી કરી ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ નોંધાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.