વિકાસ કામોને મંજુરી મળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માનતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા
છેલ્લા ઘણા સમયથી લોધીકા તાલુકાના ખીરસરાથી લોધીકા જવા માટેનો મુખ્ય માર્ગ ત્યાંથી રાજકોટથી લોધીકા, મેટોડા, જીઆઈડીસીથી લોધીકા તેમજ આજુબાજુના ૧૦ ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. શાપર જવું હોય ગોંડલ જવા માટે આ રસ્તો સરળ અને ટુંકા રનનો છે પરંતુ ચોમાસામાં આ રસ્તા ઉપર લોધીકા ગામ પાસે મોટી નદી ઉપર બેઠો પુલ હોવાથી ચોમાસામાં પાણી ઉપર આવી જવાથી ચાલતા કે વાહનો માટે જોખમરૂપ છે તેવી રજુઆત રાજકોટ-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાને મળતા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, મનસુખભાઈ સરધારા, મોહનભાઈ દાફડા વિગેરેએ ધારાસભ્ય તેમજ સાંસદને જાણ કરતા સરકારમાં રજુઆત કરવામાં આવતા કોઝવેની જગ્યાએ મોટા પુલ બનાવવાની ૬.૫૦ કરોડની મંજુરી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ છે. તેવી જ રીતે મવડીપાળ રાવકી ટુ જોઈન્ટ એસ.એચ. ઉપર હયાત કોઝવેની જગ્યાએ મેજર પુલ રૂપિયા ૪.૮૦ કરોડ મંજુર થયેલ છે તેવી રીબડા કોટડાસાંગાણી સરધાર રોડ પહોળો કરવા માટે ૨૨.૫૦ કરોડ તેમજ રીબડા રેલવે ક્રોસીંગ ગુંદાસરા, નારણકા, રાજપરા, ભાડવા રોડનું મજબુતીકરણ કરવા માટે ૧.૬૫ કરોડ મંજુર થતા કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, સહદેવસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનો આભાર વ્યકત કરેલ છે.